દિવાળીનાં તહેવારો હવે પૂરા થયા છે. અને રજાઓ પણ પુરી થઈ છે ત્યારે, રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા પાંચ દિવસથી એસ.ટી.બસોમાં જોરદાર રિર્ટન ટ્રાફિક નિકળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે દિવાળીનાં તહેવારો દરમ્યાન રાજયભરની એસ.ટી. બસો ચિકકાર દોડી રહી છે. જેનાં કારણે રાજકોટ એસ.ટી.વિભાગને પણ લાખો રૂમા એકસ્ટ્રા ઈન્કમ થઈ છે. દરમ્યાન રાજકોટ એસ.ટી.વિભાગનાં વિભાગીય નિયામક જે.બી.કલોતરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું. કે છેલ્લા પાંચ દિવસથી રાજકોટથી મોટી યાત્રામાં રિર્ટન ટ્રાફિક નિકળ્યો છે અને આ પાંચ દિવસમાં 300 જેટલા વધારાની ટ્રિપો દોડાવવામાં આવી છે અને આ એકસ્ટ્રા સંચાલન થકી રાજકોટ એસ.ટી. વિભાગને વધારાની રૂા.30 લાખથી વધુની એકસ્ટ્રા આવક થવા પામી છે. આ પાંચ દિવસ દરમ્યાન રાજકોટથી ખાસ કરીને જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ, તથા ભાવનગર રૂટ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહેવા પામ્યો હતો અને હજુ પણ રિર્ટન ટ્રાફિક યથાવત રહેવા પામ્યો છે.
રાજકોટ ST ને પાંચ દિવસમાં રૂ. 30 લાખની વધારાની આવક
You Might Also Like
Follow US
Find US on Social Medias