ખાસ-ખબર સંવાદદાતા
શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ખાતે સાક્ષાત બિરાજમાન મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજે શનિવારના પવિત્ર દિવસે રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે ,જેના અલૌકિક અને દિવ્ય દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે,આ મંદિર સૌથી વધારે ભીડ વાળુ મંદિર છે અહીં હજારો ભક્તો દાદાના દર્શને આવે છે અને માથું ટેકવે છે દાદા સૌ ના દુ:ખોને દૂર કરે છે આ મહાપ્રતાપી બાલાજી દાદા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે આજે શનિવારે દાદાની સંધ્યા આરતીમાં હજારો ભક્તો જોડાશે અને દાદાના દર્શનનો અલભ્ય લેશે. આપ પણ પરિવાર સાથે બાલાજી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે શનિવારે અહીં 50 હજારથી પણ વધારે ભક્તો દાદાના દર્શને આવે છે અને ધન્યતાની અનુભતી કરે છે.
રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર
