અમૂલ સર્કલ બનેલા 4.47 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેશન ખુલ્લુ મુકાશે
સ્ટેશન પર લાઈબ્રેરી, મલ્ટી મીડિયા રૂમ, વાઈ-ફાઈ, વેઇટિંગ હોલ, કેન્ટીન સહિતની સુવિધાઓ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.6માં 8.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલી લાયબ્રેરી અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 447.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહ અને પોલીસ હાઉસિંગ, વાહન વ્યવહાર, રમત ગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.6, ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે, બ્રાહ્મણીયા પરા રોડ પર 8.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલા લાયબ્રેરીનું તથા ભાવનગર રોડ અમુલ સર્કલ પાસે 447.46 લાખના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહ અને પોલીસ હાઉસિંગ, વાહન વ્યવહાર, રમત ગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. 12-07-2023 બુધવારના રોજ બપોરે 04:15 કલાકે આ કાર્યક્રમનો સંયુક્ત ડાયસ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાશે. વોર્ડ નં.6માં 1596.63 ચો.મી.પ્લોટ એરિયામાં 45,136.44 ચો.ફુટ બાંધકામ થશે.
જેમાં સીડી લિફ્ટ કવર્ડ પાર્કિંગ, સિક્યુરિટી રૂમ, લગેજ રૂમ તેમજ ટોયલેટરીટર્ન કાઉન્ટર, લાઈબ્રેરિયન ઓફીસ વિથ એન્ડ ટોઇલેટ આસી. લાઈબ્રેરિયન ઓફીસ, સ્ટાફ રૂમ, ન્યુઝ પેપર રીડીંગ એરિયા, જનરલ રીડીંગ એરિયા ફોર બોયસ, કિડ્સ એરીઆ, ટોયસ લાઈબ્રેરી, મલ્ટી મીડિયા રૂમ વિથ ઠઈં-ઋઈં કનેક્ટીવીટી વિથ કોમ્પ્યુટર સીડી ડીવીડી ડિસ્પ્લે યુનિટ, કિયોસ્ક જેવી સુવિધાઓ હશે. બસ સ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઓફીસ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, શોપ, ઇલેક્ટ્રિક તથા જનરેટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોયલેટ બ્લોક તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે ટોયલેટ બ્લોક તથા સ્લોપિંગ રેમ્પની સુવિધાઓ આપવામાં આવેલી છે.