સંત મુક્તાનંદ બાપુ (ચાંપરડા) અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ તેમજ પ્રખ્યાત જ્યોતિષી જયપ્રકાશભાઈ માઢકની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા 11 વર્ષથી રક્ષાબંધનના દિવસે સ્નેહમિલન સહિતના કાર્યક્રમોનું ભવ્ય રીતે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પવિત્ર પર્વે તા. 9 ને શનિવારના રોજ અટલબિહારી બાજપાયી ઓડિટોરિયમ હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ તેમજ હરિઓમ ફોજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં સંત મુક્તાનંદબાપુ દ્વારા રાજગોર બ્રાહ્મણ સમાજના નોંધાયેલા અનુયાયીઓને સંત મુક્તાનંદબાપુ દ્વારા દિક્ષા આપવાના સમારોહનું આયોજન કરવામાં આવેલું છે તેમજ આ સમયે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ તેમજ પ્રસિદ્ધ જ્યોતિષ આચાર્ય જયપ્રકાશભાઈ માઢક પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત આ કાર્યક્રમમાં સંત મુક્તાનંદબાપુની હાજરીમાં રાજગોર બ્રાહ્મણ સમાજના યુવાનોની હરિઓમ ફોજની રચના કરવામાં આવશે.
આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો સમય બપોરે 2-30થી 7-00 વાગ્યા સુધીનો રહેશે. સંસ્થાની ટીમનો ઉત્સાહ વધારવા રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબના તમામ સભ્યો તથા હરિઓમ ફોજ દ્વારા જ્ઞાતિજનોને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબના ચેરમેન બંકીમ મહેતા, પ્રમુખ અજય જોષી (એડવોકેટ, મો. 9925400011) તથા હરિઓમ ફોજના સંગાથ નીચે સમગ્ર ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે અજયભાઈ જોષી પ્રમુખ, ચીમનભાઈ સાંકળીયા ઉપપ્રમુખ, સંજયભાઈ જોષી, ચંદ્રેશભાઈ મહેતા, અશોકભાઈ જોષી, ચેતનભાઈ જોષી, અક્ષયભાઈ સાંકળીયા, ઘનશ્યામભાઈ ભરાડ, મોહિતભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, જસ્મીનભાઈ માઢક, દિનેશભાઈ ભુટકા, હાર્દિકભાઈ મહેતા આવ્યા હતા.