રાજકોટમાં વરસાદ પડતાં લોકો ઝૂમી ઉઠ્યા હતા કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી અહીં ગરમી અને બફારાનું વાતાવરણ હોય લોકો ત્રસ્ત થઈ ગયા હતા.
રાજ્યમાં વરસાદી માહોલ છે ક્યાંક ધોધમાર તો ક્યાંક માત્ર છાંટા જેવો સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે સરધારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી અને બફારાનો માહોલ હોય લોકો ત્રસ્ત બન્યા છે, વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટના મોરબી રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, કુવાડવા રોડ, કાલાવડ રોડ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રાહત થઈ છે, રાજકોટના લોધિકા અને ખીરસરામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યાના અહેવાલો છે વરસાદ શરૂ થતાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ઠંડક પ્રસરતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.