ઉત્તરાયણના તહેવારને લઈ જાહેરનામું, પશુને જાહેરમાં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે થશે કર્યાવાહી, દોરી પકડવા લાંબા બાબુ ઉપયોગ પર પણ પ્રતિબંધનો જાહેનામામાં ઉલ્લેખ.
જોકે આ વખતે ઉત્તરાયણને લઈ રાજકોટવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશ્નરે ઉત્તરાયણના તહેવારને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ તો જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર સામે કાર્યવાહીનું કહેવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં મકરસંક્રાતીને લઈ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના તહેવારોના ઉત્સાહની વચ્ચે સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર અને પશુને જાહેરમાં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું છે જાહેરનામામાં ?
રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ ચાઈનીઝ દોરી વેચાણ અને તુક્કલ પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જાહેર માર્ગો પર ઘાસચારો વેચાણ કરનાર અને પશુને જાહેર માં ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ કરનાર સામે પણ કાર્યવાહી, મોટા અવાજે સ્પીકર વગાડનાર સામે કાર્યવાહી થશે. આ સાથે દોરી પકડવા લાંબા બાબુ ઉપયોગ પર પણ પ્રતિબંધનો જાહેનામામાં ઉલ્લેખ છે.