ડીસીપી ઝોન-1માં આવતા પોલીસ સ્ટેશનમાં આવેલી અરજી મુદ્દે કડક કાર્યવાહી
ભક્તિનગર પો.સ્ટે.ની 4, બી ડિવિઝનની 2 અને થોરાળાની એક અરજીનો નિકાલ કરતી રાજકોટ પોલીસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા વ્યાજંકવાદને ડામવા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તેની સાથે જ રાજકોટ પોલીસે પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહીનો દૌર શરૂ થઈ ગયો છે. રાજકોટ ડીસીપી ઝોન-1ના પોલીસ સ્ટેશનમાં મળેલી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદનો ઉકેલ લાવવા લોકદરબાર યોજાયો હતો. જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનની 4, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 2 અને થોરાળા પોલીસ સ્ટેશનમાં આવેલી એક અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને છૂટકારો મળ્યો હતો. નાના શ્રમજીવી તથા નાના ધંધાર્થીને ઉંચા વ્યાજે ધિરાણ આપી પઠાણી ઉઘરાણી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
નાયબ પોલીસ કમિશનર ઝોન-1 સજનસિંહ પરમાર તથા ઝોન-1 વિસ્તારમાં આવેલા ભક્તિનગર, બી ડિવિઝન, થોરાળા પોલીસ સ્ટેશનમાં કુલ સાત ગુના નોંધાયેલા છે. આ તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતનાઓની કેસની વિગતો તપાસ ઉંડાણપૂર્વક પૂછરપછ કરતા બહાર આવ્યું કે, ઘણા લોકો વ્યાજંકવાદનો શિકાર બનેલા છે તેની પાસેથી વિગતો મંગાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવેલી છે. જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અકીબ ઉર્ફે હકો મેતર, મોનાર્ક ઉર્ફે મોન્ટુ રૂપારેલિયા, નયનભાઈ વોરા, હરપાલસિંહ જાડેજા, બી ડિવિઝન પોલીસમાં હમીદાબેન સાંધ, અશોકભાઈ પરમાર અને થોરાળા પોલીસ સ્ટેશનમાં કાના વાઘેલા વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઇ છે.