રાજકોટ શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમી. ઝોન 2 મનોહરસિંહ જાડેજા મતથા દદનીશ પો.કમી. પી કે દીયોરા નાઓની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. ખુમાનસિંહ વાળાના માર્ગદર્શન મુજબ ગાંધીગ્રામ પો.સ્ટેશનના સ્ટાફ દ્વારા કોરોનાના કેસો હાલમાં ઘટી રહ્યા છે તેમાં હવે વધારો ન થાય અને આ મહામારી સંપૂર્ણ પણે નાબૂદ થાય તેનો એકમાત્ર ઉપાય વેક્સિન હોઈ.
અને લોકોની જાન માલના રક્ષણની પ્રાથમિક જવાબદારી પોલીસની હોય જેથી હાલના સમયમા લોકોના સૌથી વધુ સંપર્કમા swiggy તેમજ zomattoના ડિલિવરી બોય આવતા હોય તેઓ ને વેક્સિન આપવી ખુબ જ જરૂરી હોય
- Advertisement -
જેથી ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ આજરોજ સુપર સ્પ્રેડર એવા zomatto તેમજ swiggyના 60 જેટલા ડિલિવરી બોયસને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓને વેક્સિનના ફાયદાઓ સમજાવી વેક્સિન સેન્ટર પર લઈ જઈ તમામને કોરોના વેક્સિન અપાવવામા આવી.