સતત પાંચમા વર્ષે ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ જાળવ્યું
બેન્કે રૂા. 10,657 કરોડનો બિઝનેશ કર્યો : અવિરત પ્રગતિની પરંપરા જાળવી રાખી છે-દિનેશ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા બિઝનેશ રૂા. 10,657 કરોડ અને રૂા. 144.72 કરોડના નફા સાથે નાણાકીય વર્ષ 2024-25ના પ્રગતિશીલ પરિણામો રજુ ર્ક્યા છે.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘31 માર્ચ 2025ના અંતિત વર્ષ માટે બેંકે નફો રૂા. 144.72 કરોડ નોંધાવેલ છે. જ્યારે ડિપોઝીટ રૂા. 6,443 કરોડ, ધિરાણ રૂા. 4,214 કરોડ, બિઝનેશ રૂા. 10,657 કરોડ અને સીડી રેશિયો 65.40 ટકા નોંધાયેલ છે. બેંકે સતત પાંચમા વર્ષે ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. જે બેંકની આર્થિક સદ્ધરતાનું પ્રતિબિંબ છે.’
બેંકની વિવિધ માહિતીમાં જોઇએ તો, સાત દાયકાથી વધુ સમયથી જનવિશ્ર્વાસની આરાધના કરતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અવિરત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. તાજેતરમાં જ બેંકે સભાસદ ભેટ વિતરણ શરૂ ર્ક્યું અને ફકત ચાર માસના ટૂંકાગાળામાં 1,37,000થી વધુ સભાસદોને સભાસદ ભેટ ઘેર બેઠાં મળી ચુકી છે. અંદાજે 1,60,000થી વધુ સભાસદોએ ભેટને ઓનલાઇન રજીસ્ટર કરાવી છે. રિઝર્વ બેંક ઓફ ઇંડીયાના નિયમો મુજબ અને પોલીસી ડ્રીવન બેંકમાં નાના અને મધ્યમવર્ગને કેન્દ્રમાં રાખી તમામ કામગીરી થાય છે. ફક્ત 8 ટકાના નજીવા વ્યાજદરે નવી કાર લેવા માટે લોન, મહિલાઓને ધિરાણમાં વિશેષ લાભ, ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવા હોમ લોન, સોલાર માટેની લોન, ત્વરિત સોના ધિરાણ સુવિધા, નાગરિક સહકાર ધિરાણ, જીએસટી સરોગેટ ધિરાણ, બાળકોને નાનપણથી જ બેંકિંગ વ્યવહારની ટેવ પડે તે હેતુથી મિશન નેક્સ્ટ જનરેશન, 10 વર્ષથી વધુ અને 18 વર્ષ સુધીના બાળકોને પોતાની સહીથી બેંકિંગ વ્યવહાર કરવાની સુવિધા આપનાર ગુજરાતની સર્વપ્રથમ સહકારી બેંક, મોબાઇલ અને વ્હોટ્સએપ બેકિંગની સેવાઓ 24*7 ઉપલબ્ધ છે. ડિજીટલ બેંકિંગનો વ્યાપ જોઇએ તો બેંકના કુલ વ્યવહારમાંથી અંદાજે 90 ટકા ડીજીટલી થઇ રહ્યા છે. સમયની સાથે કદમ મિલાવતાં, બેંકિંગ સોફટવેરમાં ઇન્ફોસીસ કંપનીનો ફિનેકલ સોફ્ટવેર ટૂંક સમયમાં કાર્યરત થશે. જેનો વ્યાપક લાભ ગ્રાહક સેવામાં અવશ્ય જોવા મળશે. બેંકની વિવિધ શાખાઓમાં ઇ-લોબી કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી સભાસદોને રૂા. 1 લાખના અકસ્માત વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. અનેક આયામો થકી ‘નાના માણસની મોટી બેંક’ સૂત્ર સતત ચરિતાર્થ થાય છે. ડિપોઝીટમાં મહત્તમ વ્યાજદર અને ધિરાણમાં લઘુત્તમ વ્યાજદરને કારણે કોઇપણ આર્થિક વ્યવહાર માટે સભાસદ-ખાતેદારની પહેલી પસંદ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. છે.’
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્મા શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જળવાઇ રહી તે માટેનો યશ બોર્ડ ઓફ ડિરેકટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હ્રદયપૂર્વક આભાર માને છે.