સુચવેલા સ્થળ સિવાય અન્ય નદી, તળાવ અને ડેમ જેવા અજાણ્યા પાણીમાં ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામા આવેલ છે. જેમા દર્શાવેલ નીચે મુજબના સ્થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે સ્થળોએ લોકોની સલામતી જળવાઇ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા બંદોબસ્ત રાખવામા આવેલ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળ સિવાય કોઈ જગ્યાએ કરી શકાશે નહિ. આ માટે જાહેર નામું બહાર પાડ્યું છે.
- Advertisement -
મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં.સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને, સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને રોકવામાં આવશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગણેશ વિસર્જન સ્થળનું નામ
1. આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 1
2. આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2
3. આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
4. પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
5. ન્યારાના પાટીયા પાસે, ન્યારા રોડ, ખાણમા, જામનગર રોડ
6. બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટીયા પછીના પુલ નીચે, કાલાવડ રોડ