પાણીના વાલ્વ ખોલ-બંધની કામગીરીમાં બેદરકારી દાખવતી એજન્સી દંડ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શહેરમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે માટે મનપા કમિશનર અમિત અરોરા વિવિધ વોર્ડમાં સ્વંય જઈને ચેકિંગ કરતાં હોય છે. જે અન્વયે વોર્ડ નંબર 6માં બ્રહ્માણીયાપરાં રહેતા મધુસુદનભાઈ ધીમું પાણી અને ઓછો સમય પાણી મળવા અંગે કોલ સેન્ટરમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે મનપા કમિશનરે વોર્ડ નં.6ની મુલાકાત લીધી હતી.
જેમાં ચેકિંગ કરતાં માલુમ પડ્યું હતું કે પાણીના વાલ્વ ખોલબંધની કામગીરી કરતી જાનકી કનસ્ટ્રકશન એજન્સી બેદરકારી દાખવે છે અને નિયત સમયમાં વાલ્વ ખોલબંધ કરવામાં આવતો નથી. જેના પગલે મહાનગરપાલિકાએ એજન્સીને અનિયમિત્તા બદલ રૂપિયા 4000ની પેન્લટી કરવામાં આવી હતી.