ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ વાસીઓના કષ્ટહર્તા સારંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને રાજાધિરાજ સ્વરૂપના અદભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. આ શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે . આજે બહોળી સંખ્યામાં ભક્તો બાલાજી દાદાના દર્શને પધારશે, દાદાની રાજોપચાર પધ્ધતિથી થતી સંધ્યા આરતીનો લાભ લેશે આપ પણ પરિવાર સાથે દાદાના દિવ્ય અલૌકિક દર્શન કરી રાજોપચાર પદ્ધતિથી થતી સંઘ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.