ગરમીના કારણે રેડ એલર્ટ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા તાપમાન હજુ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યુ હતુ.આગામી પાંચ દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવનાને પગલે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.આગામી 5 દિવસ રાજકોટમાં હીટ વેવની પરિસ્થિતિ રહેવાની તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
અતિશય ગરમી અને હીટવેવના પગલે રાજકોટ શહેરની જાહેર જનતાને આરોગ્ય વિભાગ દ્વારા કામ સિવાય બહાર ના નીકળવું,પુષ્કળ પ્રમાણમાં પાણી સહિત પ્રવાહી પીવું, સુર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઇએ તેવા ઉપાયો સુચવવામાં આવ્યા છે. આઈએમડી મુજબ રવિવારે રાજ્યના 10 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જેમાં 46.2 ડિગ્રી સાથે હિંમતનગર રાજયનુ સૌથી વધુ ગરમ શહેર બન્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધવામાં આવ્યુ હતુ.હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ભાવનગર, ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં 44 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. આમ હજુ ચાર દિવસ લોકો ને ગરમી થી રાહત નહિ મળે. તા.22-23 મે સુધી તાપમાન ઘણુ ઉંચુ જ રહેવાની અને વાતાવરણ બહુ ગરમ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અસહ્ય ગરમીના કારણે રાજકોટના રસ્તા પર જાણે જનતા ક્ફર્યુ લાગી ગયો હોય તેવું તસવીરમાં નજરે પડે છે