સામાન્ય રીતે કોઈ ગીત કે લાઈવ કોન્સર્ટ સાંભળતાં હોઈએ ત્યારે આપણું ધ્યાન મહદઅંશે એની ધૂન અને ગાયકી ઉપર હોય છે પણ ગીતને વધુ સુંદર બનાવવામાં, કર્ણપ્રિય બને એ રીતે નિખારવામાં આધુનિક સંગીતમાં ઓર્ગન એટલે કે કી- બોર્ડનો બહુ મોટો ફાળો છે. કીબોર્ડ આર્ટીસ્ટ એટલા માટે વિશેષ છે કે તેને કોઈપણ ગીતમાં એક જ સમયે, એક સાથે, એક કરતાં વધુ ઇન્સ્ટ્રુમેન્ટની ઇફેક્ટ આપવા માટે સજ્જ રહેવું પડે છે. કીબોર્ડ પ્લેઇંગ માત્ર હાથનો જ નહીં, મગજનો અને આગવી સંગીત સુઝનો, આ ત્રણેયમાં પ્રવીણતા માંગી લે તેવો વિષય છે. આજે આપણે પ્રખ્યાત કી-બોર્ડ એન્ડ મ્યુઝિક એરેન્જર એવાં, યુવા કલાકાર દર્શિત કાચા સાથેની મુલાકાત માણીશું..
1965ની સાલથી રાજકોટના સંગીત જગતમાં ચર્ચાતું નામ, સિનિયર ઓર્ગન પ્લેયર પ્રવીણ કાચા. વ્યવસાયે એન્જિનિયર પ્રવીણભાઈ ખૂબ સારું હાર્મોનિયમ અને એકોર્ડીંયન વગાડે. કી બોર્ડ(ઓર્ગન)માં તેમની માસ્ટરી.. પંકજ ઉધાસ સાથે તેમણે ઘણાબધાં શો કરેલાં
- Advertisement -
તેઓએ ટ્યુન ટ્વિસ્ટી નામનું મ્યુઝિક ગ્રુપ અને મ્યુઝિકલાઈન નામે ઓરકેસ્ટ્રા ચલાવતાં. નાનપણમાં, તેઓ સંગીતના પ્રોગ્રામમાં જાય ત્યારે પાંચ વર્ષનો દીકરો દર્શિત તેમની સાથે સ્કૂટર પર ઓર્ગન પકડીને બેસે. પ્રોગ્રામમાં પિતાને સાંભળી રહે અને વચ્ચે ક્યારેક ઓર્ગન પર આંગળી ફેરવતાં સહજપણે એક બે ગીતો વગાડી નાંખે ત્યારે ઓર્ગન પર એકદમ સુરમાં સરકતી નાની આંગળીઓ જોઈને લોકો દંગ રહી જતાં! પિતા પ્રવીણભાઈને વિશ્વાસ હતો કે આ બાળક મોટો થઇને નક્કી કંઈક કરશે. એટલે નવ-દસ વર્ષનાં દર્શિતને સંગીતની વિધિવત તાલીમ આપવાનું શરુ કર્યું. ગુરુ વિશે વાત કરતાં દર્શિતભાઈ કહે છે કે મારા પ્રથમ સંગીતગુરુ મારા પપ્પા કે જેમને જોઈને હું સંગીત વગાડતાં નહિ પણ સંગીતને જીવતાં શીખ્યો. કીબોર્ડની પાયાની તાલીમ પિતા પાસેથી મેળવી. 1992-93માં રાજકોટ સંગીત નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલય ખાતે આમિર ખુશરોખાન સાહેબ પાસે શાસ્ત્રીય સંગીત-હાર્મોનિયમની તાલીમ શરુ કરી. ગુરુને દર્શિતની કલા પર અનન્ય વિશ્વાસ! સાઇકલ પર ઘરથી સાત કિલોમીટર દૂર રોજ સવારે આઠ વાગ્યામાં સંગીત શીખવા આવવાનું હોય એમાં દર્શિત ક્યારેક આળસી જાય તો તુરંત પ્રવિણભાઇ પર અનુસંધાન પાના નં. 13
ગુરુનો ફોન આવે કે, આજે દર્શિત નથી આવ્યો.. જલ્દી મોકલો..! ગુરુ હંમેશા કહે કે, ભલે વહેલુ-મોડું આવવાનું થાય પણ તારે શીખવા ચોક્કસ આવવાનું! આમ, દર્શિત પર ગુરુને વિશેષ લાગણી રહી! કીબોર્ડમાં આવતા વેસ્ટર્ન નોટેશનનું શિક્ષણ તેમણે મુંબઈના મહેન્દ્ર જગતાપ પાસેથી મેળવ્યું. દર્શિતભાઈ કહે છે કે આઠ વર્ષની ઉંમરે હું,’પ્યાર હુઆ ઈકરાર હુઆ હે’ ઉપરાંત રાજકપુરનાં સુપરહિટ ગીતો કી-બોર્ડ પર વગાડતો થઈ ગયો હતો.
- Advertisement -
મોટાભાઈ અમિત કાચાનાં તબલાંગુરુ અશ્વિનભાઈ દવેએ 1996ની સાલમાં દર્શિત કાચાને પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ આપ્યો, દર્શિત કાચા કહે છે કે, આ પ્રોગ્રામ ત્રણસો કિલોમીટર દૂર કચ્છમાં હતો એનો મને બહુ આનંદ હતો વળી પુરસ્કારમાં એકાવન રૂપિયા મળ્યા એની ખુશી! પ્રોગ્રામ સફળ થયો
ગુરુનો ફોન આવે કે, આજે દર્શિત નથી આવ્યો.. જલ્દી મોકલો..! ગુરુ હંમેશા કહે કે, ભલે વહેલુ-મોડું આવવાનું થાય પણ તારે શીખવા ચોક્કસ આવવાનું! આમ, દર્શિત પર ગુરુને વિશેષ લાગણી રહી! કીબોર્ડમાં આવતા વેસટર્ન નોટેશનનું શિક્ષણ તેમણે મુંબઈના મહેન્દ્ર જગતાપ પાસેથી મેળવ્યું. દર્શિતભાઈ કહે છે કે આઠ વર્ષની ઉંમરે હું,’પ્યાર હુઆ ઈકરાર હુઆ હે’ ઉપરાંત રાજકપુરનાં સુપરહિટ ગીતો કી-બોર્ડ પર વગાડતો થઈ ગયો હતો.
મોટાભાઈ અમિત કાચાનાં તબલાંગુરુ અશ્વિનભાઈ દવેએ 1996ની સાલમાં દર્શિતભાઈને પ્રથમ સટેજ પ્રોગ્રામ આપ્યો. દર્શિતભાઈ કહે છે કે, આ પ્રોગ્રામ ત્રણસો કિલોમીટર દૂર કચ્છમાં હતો એનો મને બહુ આનંદ હતો વળી પુરસકારમાં એકાવન રૂપિયા મળ્યા એની ખુશી! પ્રોગ્રામ સફળ થયો. એ પછી રાજકોટ આસપાસ પ્રોગ્રામો મળવા લાગ્યાં. ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, મોરબી… સૌરાષ્ટ્રમાં કાર્યક્રમો મળતા રહેતા. સંઘર્ષ એવો કે, ઠંડી-ગરમી કે ચોમાસુ હોય, ટાઢ-તડકો-વરસાદ વેઠીને પણ, સૌરાષ્ટ્રનાં ગામેગામ મસમોટું ઓર્ગન એસ.ટી. બસમાં ચડાવીને જવું પડતું. રાત્રે પ્રોગ્રામ મોડેકથી પુરા થાય ત્યારે જે-તે ગામમાંથી રાજકોટ આવવાની છેલ્લી એસ.ટી. બસ નીકળી ગઈ હોય એ પછી દોઢેક વાગ્યાથી લઇને સવારે પાંચ-છ વાગ્યે જ્યારે રાજકોટ જવાની પહેલી બસ મળે ત્યાં સુધી એસ. ટી. સટેન્ડે બેસી રહેવાનું! ઓર્ગનનું વજન પણ એટલું કે હું મહામુશ્કેલીએ તેને બધે લઈ જવાનું હેન્ડલ કરી શકું! છતાં મનમાં દ્રઢનિશ્ર્ચિય કે ગમે તેટલી મુશ્કેલી પડે, મહેનત કરીને આગળ આવ્યે જ છૂટકો!
1998માં તેમને નોરતામાં રાજકોટમાં પહેલું સટેજ મળ્યું. 2001માં આફ્રિકાના કંપાલા નવરાત્રીમાં જવાનો ચાન્સ મળતાં પિતાને વાત કરતાં એમણે તુરંત મંજૂરી આપી દીધી. કારણ, પિતાને 1965માં વિદેશમાં પર્ફોર્મ કરવાનો મોકો મળ્યો હતો ત્યારે દર્શિતભાઈના દાદીએ એમને વિદેશ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી, પિતા આવી ભૂલનું પુનરાવર્તન કરવા માંગતા ન્હોતાં! એ પછી લગાતાર ત્રણ વર્ષ કંપાલામાં નવરાત્રી કરી અને 2004માં અમદાવાદના ગૃપ સાથે લંડન જવાની ઓફર! લગભગ ત્રણ મહિનાની ટુરમાં ઇંગ્લેન્ડમાં પોતાનાં સંગીત વડે ત્યાંના લોકોનું મનોરંજન કર્યું.. 2008માં મુંબઈનાએક ગ્રુપ સાથે અમેરિકા. એ પછીથી આજ સુધી તેમની સંગીતયાત્રા અવિરતપણે ચાલી રહી છે. તેમણે ’દર્શિત કાચા ગ્રુપ ’નામે અનેક પ્રોગ્રામો આપ્યા છે અને હવે સારંગ ગ્રુપ મ્યુઝિક ઇવેન્ટ્સ’ નામે પોતાનું ગ્રુપ ચલાવે છે
તેઓ બોલીવુડ કોન્સેપ્ટ શો, સૂફી-કીર્તન- ગરબા-ગઝલ-ભજન વગેરેનાં શોમાં નામી કલાકારોને સંગીત આપે છે. ત્રણ હજારથી વધુ સટેજ શો, ત્રીસેક ગુજરાતી-હિંદી આલ્બમ, અનેક ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું છે. સૌરાષ્ટ્રનાં એકમાત્ર કલાકાર છે જેમને કેનેડા અને અમેરિકાનાં દસ-દસ વર્ષનાં વિઝા મળેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, ઓસટ્રેલિયા, મસક્ત, ઓમાન, દુબઈ ન્યૂઝીલેન્ડ, અબુધાબી, મલેશિયા વગેરે દેશોમાં પંચાવનથી વધુ વિદેશયાત્રા, કરી છે.
ગુજરાતનાં લોકપ્રિય કલાકાર કિર્તીદાન તેમજ ઓસમાણ મીર સાથે અનેક સટેજ શો કર્યા છે. અને આ વર્ષે તેઓ ઓસમાણ મીર સાથે નવરાત્રીમાં નવ દિવસ અમદાવાદની જનતાને પોતાની ધૂન પર ગરબે રમાડવા તત્પર છે. રુપકુમાર રાઠોડ, કૈલાશ ખેર, જાવેદ અલી, આદેશ શ્રીવાસતવ, ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, પંકજ ઉદાસ, મધુશ્રી, દિગ્ગજ ગાયિકા ઉષા ટીમોથી, બેલા સુલખે ઓસમાન મીર, અનિલ વાજપાઈ, સુરોજિત ગુહા, ટીશા નિગમ, પાર્થિવ ગોહિલ, કમલેશ અવસથી, કિશોર મનરાજા, અભિજીત સાવંત અને પવગેરે વગેરે. આ બધા એ નામ છે કે જેની સાથે દર્શિત કાચાએ કીબોર્ડ આર્ટિસટ તરીકે અનેક કાર્યક્રમો આપ્યા છે. આમાનાં મોટાભાગના કલાકારો અને પુણે, ચેન્નાઇ, દિલ્હી, પંજાબ કે દેશના અન્ય હિસસામાંથી આવતાં લોકપ્રિય ગાયકો જ્યારે રાજકોટ કે ગુજરાતમાં શો કરવા આવે ત્યારે પોતાની સાથે દર્શિત કાચાનું ગૃપ જ મ્યુઝિક એરેન્જરમાં હોય એવો આગ્રહ ખાસ રાખે છે. સંગીતક્ષેત્રમાં અને ખાસ કરીને ફિલ્મી સંગીતજગતમાં સથાન બનાવવા લોકો મુંબઇ સથાયી થવાનું પસંદ કરે છે જ્યારે દર્શિત રાજકોટમાં જ રહીંને હિન્દી ફિલ્મીસંગીત જગતમાં રાજકોટને ગૌરવ અપાવી રહ્યાં છે.
કીબોર્ડ જેવા પાશ્ચાત્ય વાદ્યમાંથી શરણાઈ, વાયોલીન, રાવણહથ્થા વગેરે વાદ્યોના આબેહુબ સુર કાઢવા એ દર્શિતભાઈની ખાસિયત છે. તેઓ લોંગ પ્લે મ્યુઝિકમાં તેમની માસ્ટરી છે, ગીતની શરૂઆતમાં આગળ જે સંગીત વાગે તેને ઇન્ટ્રો કહે છે જે તેઓ આબેહૂબ અદભુત વગાડી જાણે છે
2016માં, ગુજરાતમાં પ્રથમવાર હેમુ ગઢવી હોલ ખાતે તેમણે અનોખા પ્રકારના શો, લોન્ગેસ્ટ સિંગિંગ ઈવેન્ટ’નું આયોજન કર્યું જેમાં સવારે 9:00 થી રાત્રિના 1.00 સુધી સતત 16 કલાક કિશોરકુમારના 155 ગીતો પોતાના ઓર્કેસ્ટ્રા સાથે દર્શિતભાઈએ કીબોર્ડ પર વગાડ્યા. ત્રણ-ત્રણ કલાકના પાંચ શો અને દરેક શો પછી માત્ર દસ મિનિટનાં બ્રેક બાદ તરત બીજો શો શરુ થઇ જાય. દર ત્રણ કલાકે માત્ર ફિમેલ સિંગર બદલાતાં હતાં. આ કાર્યક્રમ તૈયાર કરવા પાછળ દર્શિતભાઈએ દોઢ વર્ષની સખત મહેનત કરી હતી. પ્રોગ્રામની પ્રેક્ટિસ તેમજ પ્રોગ્રામના લાખો રૂપિયાનાં જંગી ખર્ચ માટે સ્પોન્સરર શોધવા એ પણ મોટું કામ હતું. કારણ નિયમ એવો છે કે તમે કોઈ રેકોર્ડ બનાવવા માંગતા હોવ તો એ પ્રોગ્રામને બીજા કોઈની સ્પોન્સરશિપ હોવી જોઈએ, તમે પોતે જ એ પ્રોગ્રામનું આયોજન ન કરી શકો. આ પહેલા મુંબઈમાં 120 ગીતોનો રેકોર્ડ બન્યો હતો જેને તોડી 155 ગીતોનો ભારતનો પહેલો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયાબુક રેકોર્ડ, ગોલ્ડનબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વગેરે રેકોર્ડસ પોતાના નામે અંકિત કર્યા. તેમના પ્રિય સંગીતકારો એસડી બર્મન આર.ડી બર્મન મદનમોહન, રવિન્દ્ર જૈન. પહેલના અને અત્યારના સંગીત વિશે તેઓ કહે છે કે પહેલા સાઈઠ-સિત્તેર જણાનું ઓર્કેસ્ટ્રા અને ગાયક બધા એકસમયે અને એકસાથે ગાતાં-વગાડતાં. જેમાં સંવાદિતા રહેતી ગીત તૈયાર થતું એ જીવંત, અસરકારક, મેલોડિયસ બનતું. હવે બધું યંત્રો-કોમ્પ્યુટરમાં તૈયાર થઈને યંત્રવત થઈ ગયું છે.એટલે આજનાં ગીતોનું આયુષ્ય ઓછું હોય છે, જ્યારે જુના ગીતો હજુ ભૂલાયા નથી. યુટ્યુબ અને સોશિયલ મીડિયાના જમાનામાં ગમે તેવું ગાઈ -વગાડીને રાતોરાત પ્રસિદ્ધ થઈ જવાય છે. સંગીતમાં સત્વનું મહત્વ આ રીતે ઘટ્યું છે.
રેકોર્ડિંગમાં એટલું બધુ એડિટિંગ શક્ય થઈ ગયું છે કે ભલભલા બેસુરા અને બેતાલાને ઠીક કરી શકાય છે. આ કારણે જ આજના મોટાભાગના ગાયકોને લાઈવ પરફોર્મન્સ કરવમાં સાંસા પડી જાય છે! સંગીત વિશેની તેમની વાતો નિરાલી છે. શીખનાર માટે શીખ આપે છે કે સૌ પ્રથમ તો ગુરુ પ્રોપર શોધવા. તમને સમજી શકે, તમારામાં જે હોય એ બહાર લાવી શકે એવા. બીજું, રીયાઝ! હું શીખતો ત્યારે સવારના દસથી સાંજના છ-સાત એમ આઠ આઠ કલાક રિયાઝ કરતો અને આજે પણ બેથી ત્રણ કલાક કરૂ છું. જો રિયાઝ કરેગા, વો હી રાજ કરેગા.’ ત્રીજું, કોઈપણ ગીત વગાડતા કે ગાતાં પહેલાં એને દસ વાર સાંભળો એટલે એ ગીતની આજુબાજુની બારીકી સમજાશે. તાનસેન બનવા પહેલાં કાનસેન બનવું બહુ જરૂરી છે. મારી વાત કરું તો, યુરોપિયન, પોપ,આફ્રિકન, ચાઈનીઝ..બધા જ પ્રકારનાં સંગીત સાંભળવા મને ગમે છે. ત્રીજો મહત્વની મુદ્દો શાસ્ત્રીય સંગીત, કે જે શીખવું- ગાવું- વગાડવું બહુ અઘરું છે પણ કોઈપણ પ્રકારના સંગીત સંગીત શીખવા માટે શાસ્ત્રીય સંગીત શીખવું બહુ જ જરુરી છે. વાતચીતના અંતે તેઓ કહે છે કે એક સમય એવો હતો (નેવુંના દાયકામાં)કે મારા પપ્પા પાસે ઓર્ગન ખરીદવાના પૈસા ન હતાં, ત્યારે અમારી જમીન વેચીને પપ્પાએ એંશી હજારનું ઓર્ગન ખરીદ્યું હતું! પછી જ્યારે મને પ્રોગ્રામ મળવા લાગ્યા (1996) એટલે પપ્પાએ મને નવું ઓર્ગન લઈ દીધું હતું. ત્યારબાદ પપ્પાએ મને એમનું પોતાનું ઓર્ગન(જમીન વેચીને ખરીદેલુ) ગિફ્ટ આપી દીધું. આજે મારી પાસે છ ઓર્ગન છે છતાંયે પપ્પાએ. ગિફ્ટ આપેલું એ ઓર્ગન હું આજેપણ સાચવીને વાપરું છું, એની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. હું એ કુટુંબમાંથી આવું છું જ્યાં જમીનના પ્લોટ કરતા વધુ મહત્વ સંગીતનું છે. મારા પિતાનો આ વારસો મારા દીકરાએ તેમજ મોટાભાઈ અમિતભાઈના દીકરાએ બરાબર જાળવ્યો છે. દીકરો સારંગ ગાર્ગીબેન પાસે ગાયનની તાલીમ લે છે. કી બોર્ડ મારી પાસેથી અને ગિટાર એની મેળે જ શીખ્યો છે. ભત્રીજો ધૈવત પણ આ ક્ષેત્રે સક્રિય છે. દર્શિતભાઈનાં મોટાભાઈ અમિતભાઈએ રીધમ આર્ટિસ્ટ તરીકે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. માત્ર ચૌદ વર્ષની ઉંમરે તબલા શીખ્યા બાદ, તેઓ પોતાની મોટી નોકરી છોડીને ત્રણ દાયકાથી અર્વાચીન ગરબાઓમાં તેમજ કલાસંગમ સંસ્થામાં પોતાની કલાને રાજકોટ જ નહીં પણ લંડન, આફ્રિકા દુબઈ વગેરે દેશોમાં રજૂ કરે છે તેમની ખૂબી એ છે કે તેઓ સેમ્પલર સિક્વન્સ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ખુદ રીધમ બનાવી-વગાડી શકે છે
દર્શિત કાચા એકસાથે ચાર ઓર્ગન વગાડી શકે છે
દર્શિતભાઈ ચાલું પ્રોગ્રામે એકસાથે ચાર ચાર ઓર્ગન વગાડી શકે છે. આવું કરવાના કારણમાં તેઓ કહે છે કે, બે મેઇન ઓર્ગન સાથે બે ઓર્ગન એવા રાખ્યા હોય કે અમુક વિશેષ ઇફેક્ટની જરુર હોય અને મેઇન ઓર્ગનમાં એ ચેન્જ કરવાનો સમય ન મળતો હોય, કારણ અહીં સેક્ધડ પણ ચૂકવાનું ન ચાલે. એટલા માટે તેઓ બીજા બે ઓર્ગનમાં જોઈતી ઇફેક્ટ સેટ કરીને જ રાખે છે..અલબત્ત એકસાથે ચાર ઓર્ગન ઓપરેટ કરવાં એ દક્ષતા માંગી લે તેવી બાબત છે. બીજું, આજની તારીખે એમની પાસે દસ હજાર ગીત તૈયાર છે. એટલે કે દસ હજાર ગીત એમને સ્મૃતિમાં એવી રીતે અંકિત છે કે એ ગીતમાં કઈ જગ્યાએ ,ક્યાં ક્યાં ઈન્સ્ટ્રુમેન્ટના પીસ આવે છે, એનો પ્રોપર ઢાળ, રાગ, સુર બધું જ તેમને યાદ છે! એમાંનું કોઈપણ ગીત અચાનક વગાડવાનું આવે તો તેઓ ઓન ધ સ્પોટ વગાડી શકે છે. સામાન્ય રીતે બીજા કલાકારો પાસે બહુ ઓછા ગીતો આવી રીતે તૈયાર હોય અને એક પ્રોગ્રામની તૈયારીમાં બબ્બે મહિનાનો સમય લેતા હોય છે. વળી, કીબોર્ડ જેવા પાશ્ચાત્ય વાદ્યમાંથી શરણાઈ, વાયોલીન, રાવણહથ્થા વગેરે વાદ્યોના આબેહુબ સુર કાઢવા એ દર્શિતભાઈની ખાસિયત છે. ત્રીજુ એ કે તેઓ લોંગ પ્લે મ્યુઝિકમાં તેમની માસ્ટરી છે. ગીતની શરૂઆતમાં, આગળ જે સંગીત વાગે તેને ઇન્ટ્રો કહે છે જે તેઓ આબેહૂબ અદભુત વગાડી જાણે છે. એમના એક કાર્યક્રમમાં આણંદજી ભાઈ હાજર હતા. એક ગીતની ફરમાઈશ આવી કે તરત જ દર્શિતભાઈ કીબોર્ડમાં એ જ મ્યુઝિક વગાડી ફરમાઈશને ન્યાય આપ્યો આ જોઈ આણંદજીભાઈ ખૂબ રાજી થયા.