સુઝુકી મોટર્સ, મેક પાવર, રોલેક્ષ રિંગ્સ, ઓર્બીટ બેરિંગ્સ, રાજુ એન્જીનીયર્સ સહિતની કંપનીમાં નોકરીની તક
વર્ષ ૨૦૨૦ માં ફાઈનલ સેમ્સટરની NCVT / GCVT પરીક્ષા આપવાની હોઈ તેવા ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
રાજકોટ – રાજકોટ આઈ.ટી. આઈ. દ્વારા આઈ.ટી. આઈ.ના વિદ્યાર્થીઓ માટે ૬૦૦થી વધુ જગ્યાઓ પર ભરતી મેળાનું આયોજન ગવર્મેન્ટ આઈ.ટી.આઈ., રાજકોટ ખાતે તા. ૨૬ જુલાઈ થી તા. ૪ ઓગસ્ટ દરમ્યાન કરવામાં આવ્યું છે.
તા. ૨૮ જુલાઈના રોજ રોલેક્ષ રિંગ લિમિટેડ માટે સી.એન.સી. મશીનીસ્ટ, ટર્નર , ડ્રાફ્ટ મેન, ડેટા એન્ટ્રી, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ મેઇનટેનન્સ સહિતની કેટેગરીમાં ૧૩૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તા. ૨૯ જુલાઈના રોજ ઓર્બીટ બેરિંગ ઇન્ડિયા માટે ફીટર, ટર્નર, મશીનીસ્ટ માટે ૭૫ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તા. ૩૦ જુલાઈના રોજ વી ફિક્સ ઇન્ડિયા માટે ઇલેકટ્રીશ્યિન, ઇલેક્ટ્રિકલ મેઇનટેનન્સની ૧૦ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તા. ૩૧ જુલાઈ ના રોજ જી.એન.અલ્ટેક માટે ફીટર, ટર્નર, મશીનીસ્ટ COPA , મિકેનિકલ સહીત ૭૫ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તા. ૧ ઓગસ્ટના રોજ પેસિફિક ઓવરસીઝ માટે વાયર મેન, ઇલેકટ્રીશ્યન માટે ૫ જગ્યા, તા. ૨ ઓગસ્ટના રોજ રાજુ એન્જીનીયર્સ કંપની માટે વાયર મેન, ઇલેકટ્રીશ્યન, ફીટરની ૩૫ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
- Advertisement -
તા. ૪ ઓગસ્ટના રોજ સુઝુકી મોટર્સ, હાંસલપર, બેચરાજી યુનિટ માટે ફીટર, વેલ્ડર, ઇલેકટ્રીશ્યન, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, ઓટો મોબાઈલ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર, પેન્ટર, ટૂલ ડાઇ મેકિંગ સહિતની પોસ્ટ માટે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
દરેક ભરતી મેળાનું સ્થળ ગવર્મેન્ટ આઈ.ટી.આઈ., રાજકોટ, આજી ડેમ પાસે, રાજકોટ ખાતે સવારે ૧૦ કલાકથી પ્રારંભ થશે. ઇચ્છુક ઉમેદવારોએ ધો. ૧૦ ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આઈ.ટી.આઈ. બધા સેમેસ્ટરની માર્કશીટ, પ્રમાણપત્ર, બાયોડેટા, ફોટોગ્રાફ ૫ નંગ, સરકારી આઈ.ડી. પ્રુફની ત્રણ કોપી સાથે રાખવાની રહેશે.
દરેક કંપનીના ભરતીમેળામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત હોઈ http://bit.ly/pab2021 લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વર્ષ ૨૦૨૦ માં ફાઈનલ સેમ્સટરની NCVT / GCVT પરીક્ષા આપવાની હોઈ તેવા ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે તેમ આઈ.ટી.આઈ., રાજકોટની યાદીમાં જણાવ્યું છે.