અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ભંગ કરનારા સામે લેવાશે શિક્ષાત્મક પગલાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલા વાઈટલ ઇન્સ્ટોલેશન વી.વી.આઈ.પી. રહેણાંક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તેમજ અન્ય પ્રતિબંધિત એરીયા વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી રાજકોટ ગ્રામ્ય પોલીસની છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અમુક સરકારી કચેરીઓ, સ્ટેશનો, મંદિર, બજાર, ડેમ/ડેમ પૂલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની જગ્યાઓ પર રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ અથવા એરિયલ મિસાઈલ હેલિકોપ્ટર રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફ્ટ લેટર જેવા સંસાધનોના ઉપયોગ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરવામાં આવે છે. આ આદેશોનો અમલ રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમા તા.31.08.2024 સુધી કરવાનો રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.