અલસરની બીમારીથી કંટાળી ભરેલું અંતિમ પગલું: સ્યુસાઈડ નોટ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા બીશુભાઈ બહાદુરભાઈ વાળા ઉ.62 રવિવારે વહેલી સવારે કાર મારફત પોતાના સરધાર નજીક આવેલા વતન ભંગડા ખાતે ગયા હતા જ્યાં તેમની વાડી સાથે મકાન અને મકાનમાં ગાત્રાળ માતાજીનો મઢ આવેલ છે ત્યાં પહોંચી મઢમાં બે માળા ફેરવી હતી પહેલી માળા પુર્ણ થતા ત્યાં કામે રાખેલા ભાગીયાને ચા બનાવવાનું કહ્યું હતું બાદ બીજી માળા પુર્ણ થતા ફરી ભાગીયાને બોલાવી મોટા ભાઈને બોલાવી લાવવા કહ્યું હતું તે વ્યક્તિ મોટા ભાઈને બોલાવવા ગયો તે બાદ બીશુભાઈએ માતાજીના મઢમાં રાખેલ પોતાના પરવાનાવાળી રિવોલ્વર લમણે રાખી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો વહેલી સવારે ફાયરિંગનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા બનાવને પગલે પરિવારજનો તથા સગા સંબંધીઓ પણ ભંગડા ગામે દોડી આવ્યા હતા આજી ડેમ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો બીશુભાઈએ લખેલ સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી હતી તેમાં તેમણે આપઘાત કરતાં પહેલા જણાવ્યું હતું કે તેમણે બીમારીથી કંટાળી આ પગલું ભર્યું છે. તેમની આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી પરિવારજનો તરફથી મળેલી વિગત મુજબ, બિશુભાઈ વાળાને લાંબા સમયથી અલ્સરની બીમારીથી પીડાતા હતા બીમારીના કારણે કંટાળીને તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. રાજકોટમાં પીએમ બાદ મૃતદેહ ભંગડા ગામે લઈ જવાયો હતો અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.



