એલસીબીએ ચારને પકડી લઈ 2.86 લાખનો મુદામાલ કબજે કર્યો
રેકી કરી અમદાવાદથી મહિલાને બોલાવી : ગુનાને અંજામ આપી સીમકાર્ડ તોડી નાખતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા ડોક્ટરને સસ્તામાં સોનું આપવાનું કહી 5 લાખ પડાવી લઈ ખોટું સોનું ધાબડી દેવા અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબીની ટીમે વાંદરી ગેંગને ઝડપી લઈ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે પોલીસે 2.86 લાખનો મુદામાલ કબજે કર્યો છે આ ટોળકી ગુનાને અંજામ આપી સીમકાર્ડ તોડી નાખતા હતા.
- Advertisement -
રાજકોટમાં ડોક્ટર સાથે ઠગાઇ અંગે નોંધાયેલ ફરિયાદનો ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એલસીબી ઈન્ચાર્જ પીએસઆઈ જયંતીભાઈ ગોહિલ સહિતની ટીમે બાતમી આધારે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર અમદાવાદના ઈશ્વર ઉર્ફે પટીયો વિરાભાઈ વાઘેલા, રાજકોટના અર્જુન પન્નાભાઈ સોલંકી, માલીયાસણના મોહન ઉર્ફે ન્મ્યો ભગવાનભાઈ પરમાર અને હીરા રામાભાઈ રાઠોડને માધાપર ચોકડી પાસેથી પકડી લઈ રોકડા 2,15,800, રીક્ષા, બે મોબાઈલ સહીત 2,85,800નો મુદામાલ કબજે કરી અમદાવાદના હીરાબેન કસ્તુરભાઈ મારવાડી, માલીયાસણના કાનુબેન રામાભાઈ રાઠોડ અને પન્નીબેન અર્જુનભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરી છે અર્જુન અને હીરાએ એક વર્ષ પૂર્વે ચોટીલામાં અઢી લાખ, દોઢ વર્ષ પૂર્વે પેડક રોડ પર અઢી લાખ, પાંચ વર્ષ પૂર્વે પોરબંદરમાં 12 લાખ અને આઠ માસ પૂર્વે ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેથી લોકોને ખોટું સોનું ધાબડી 50 હજાર પડાવી લીધાનું જાણવા મળ્યું છે પકડાયેલ અર્જુને રમેશ નામ ધારણ કરી દવા લેવાના બહાને રેકી કરી અન્ય સાગ્રીતોને બોલાવ્યા હતા. આ ટોળકી ગુનાને અંજામ આપી સીમકાર્ડ તોડી નાખતી હતી.