પોલીસની ઓળખ આપી ફરિયાદની ધમકી આપી શખસએ પૈસા પડાવ્યા
ફેસબુકમાં સસ્તો મોબાઈલ વેચવા, ક્રેડિટ કાર્ડ જનરેટ કરવાના બહાને ઠગાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સાયબર ફ્રોડ અટકાવવા પોલીસ સક્રિય છે ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડના પાંચ કિસ્સાઓમાં છેતરાયેલા લોકોને 6.51 લાખની રકમ પરત અપાવી છે.
શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કુશલ નિલેશકુમાર શાહ નામની વ્યકિતને મોબાઈલ ફોનમાં પોલીસ અધિકારીનાં નામે ફોન આવ્યો હતો અને તેમના સીમકાર્ડથી ત્રણ અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલીને અસામાજીક પ્રવૃતિ થઈ રહ્યાનો ડર બતાવી પોલીસ ફરિયાદ રદ કરાવવાના બહાને રૂા. 3,89,756 તફડાવી લીધાનું જણાવ્યું હતું. જેના આધારે સાયબર સેલની ટીમે ટેકનિકલ એનાલીસીસના આધારે અરજદારને તમામ રકમ રૂા. 3.89 લાખ પરત અપાવ્યા હતા જ્યારે ઈમરાન હુસામુદ્દીનભાઈ અંસારી નામના યુવાનને સોશ્યલ મીડિયા મારફતે ઓનલાઈન ટાસ્ક પુરા કરીને ઓછા રોકાણમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી રૂા. 4.46 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
જે પૈકી 1.46 લાખની રકમ પરત અપાવી હતી અન્ય એક અરજદારને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ક્રેડીટ કાર્ડમાં ઓટીપી જનરેટ કરવાના બહાને રૂા.59,962ની ઓનલાઇન છેતરપિંડી થઈ હતી જે પૈકી 48,500ની રકમ સાયબર ક્રાઇમ સેલની ટીમે પરત અપાવી હતી વધુ એક અરજદારે ફેસબુકનાં જાહેરાત જોઈને સસ્તામાં મોબાઈલ ફોન ખરીદવાની લાલચમાં રૂા. 1.04 લાખ ગુમાવ્યા હતા જે પૈકી 42,319 પરત અપાવ્યા હતા તેમજ સીએસઆર ફન્ડીંગ પ્રોજેકટમાં રજીસ્ટ્રેશનના નામે અરજદારે રૂા. 66 હજાર ગુમાવ્યા હતા જે પૈકી 25 હજાર પરત અપાવ્યા હતા.