આરબીએ પેનલના પ્રમુખ પદ માટે સુમિત વોરાની દાવેદારી, મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં દર વર્ષે ભાજપ લીગલ સેલમાં જુથ બંધીને કારણે અંદરોઅંદર જંગ જામે છે. ત્યારે આ વર્ષે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ ફરી ભાજપ પ્રેરિત વકીલોના બંને જૂથ સામસામે આવી ગયા છે. જેમાં તા.19/12/2025ના રોજ યોજાનાર ચુંટણી માટે ભાજપ લીગલ સેલના સ્થાનિક હોદ્દેદારો સમરસ પેનલ દ્વારા ગઈ કાલે ઉમેદવારી નોંધાવાઈ હતી. લીગલ સેલના હરીક જૂથની આરબીએ પેનલના ઉમેદવારોએ આજે બપોરે 12:39 વાગ્યે સિનિયર જુનિયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.
બાર એસો.ની વર્ષ 2025-26ની તા.19/12/ 2025ના રોજ યોજાનાર ચુંટણીમાં ભાજપ લીગલ સેલમાં પ્રવર્તતો જૂથવાદ ફરી સામે આવ્યો છે. તેમાં ગઇકાલે “સમરસ પેનલ”ને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી હતી. તો હરીક જૂથ દ્વારા આરબીએ પેનલે ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં આરબીએ પેનલના ઉમેદવારોમાં પ્રમુખપદ માટે હાલના ઉપપ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખમાં બિમલ જાની, સેક્રેટરીમાં નીલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર મહિલા અનામતમાં ઉમેદવાર પ્રગતિ માકડિયા, લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ, કારોબારીમાં ત્રણ મહિલા અનામતમાં નિશાબેન લુણાગરિયા, મિનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય, 7 બિનઅનામત કારોબારી સભ્યપદમાં સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠીયા, કલ્પેશ સાકરીયાએ નામાંકન પત્રો ભરી ચૂંટણી કમીશ્નર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આરબીએ પેનલના ઉમેદવારો
હ પ્રમુખપદ : સુમિત વોરા
હ ઉપપ્રમુખ : બિમલ જાની
હ સેક્રેટરી : નિલેશ પટેલ
હ જોઈન્ટ સેક્રેટરી : જયેન્દ્ર ગોંડલિયા
હ ટ્રેઝરર : પ્રગતિ માકડિયા
હ લાઇબ્રેરી સેક્રેટરી : કેતન મંડ
હ કારોબારી સભ્યપદ : નિશાબેન લુણાગરિયા
હ કારોબારી સભ્યપદ : મિનલબેન સોનપાલ
હ કારોબારી સભ્યપદ : રક્ષાબેન ઉપાધ્યાય
હ કારોબારી સભ્યપદ : સંજય ડાંગર
હ કારોબારી સભ્યપદ : સ્તવન મહેતા
હ કારોબારી સભ્યપદ : ભાર્ગવ પંડયા
હ કારોબારી સભ્યપદ : વિજય રૈયાણી
હ કારોબારી સભ્યપદ : અશ્વિન રામાણી
હ કારોબારી સભ્યપદ : હસમુખ સાગઠીયા
હ કારોબારી સભ્યપદ : કલ્પેશ સાકરીયા
- Advertisement -
8મીએ ઉમેદવારી પત્રોની તપાસ, 10મીએ આખરી યાદી જાહેર થશે
રાજકોટ બારના ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બાદ તા.8/12/2025 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને સાંજના પાંચ વાગ્યે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે અને તા.9/ 12/ 2025 સાંજે 5:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા.10/12ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. ત્યારબાદ તા.19/12ને શુક્રવારે સવારે 9:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં, બી વિંગમાં, પહેલા માળે, બાર એસોસિએશનના મેઈન બાર રૂમ ખાતે મતદાન યોજાશે, તેમાં મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદાર વકીલો મતદાન કરી શકશે.
સિનિયર વકીલ અને સમર્થકો સહિતના હાજર રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ કમલેશભાઈ જોશીપુરા, મહિલા ભાજપ અગ્રણી ભાવનાબેન જોશીપુરા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, રેવન્યુ બારના પ્રમુખ આર.ટી. કથીરીયા, રેલ્વે બારના પ્રમુખ સંજયભાઈ વ્યાસ, એમએસીપી બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, લેબર બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર, વોઈસ ઓફ લોયર્સ અને લોયર્સ સ્પોર્ટ્સ કાઉન્ડેશનના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, નોટરી એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, રાજકોટ ડીસ્ટ્રીકટ બારના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્યો વિમલ ડાંગર, વીરેન વ્યાસ, ધર્મેશ સખીયા, પૂર્વ પ્રમુખ અને કાયમી પ્રમુખનું બિરુદ ધરાવનાર ટી.બી. ગોંડલિયા, સિનિયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઇ શુક્લ, જી.આર.ઠાકર સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.



