મંગળવારના પવિત્ર દિવસે રંગબેરંગી પુષ્પો અને અંબરેલાથી બાલાજી દાદાનું દિવ્ય અલૌકિક શણગાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે માતાજીના નવલા નોરતાના નવમા નોરતે અને મંગળવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી દુ:ખ ભંજન મારુતિ નંદન બાલાજી હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાને આજે રંગબેરંગી પુષ્પો અને અંબરેલાનો ઉપયોગ કરીને અલૌકિક અને અદભુત શણગાર કરવામાં આવ્યો છે, જેના દિવ્ય દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા છે.
- Advertisement -
આજે મંગળવાર અને નવમું નોરતું હોવાથી દાદાના દર્શને હજારો ભક્તો પધારશે અને ધન્યતાની અનુભૂતિ કરશે. નવરાત્રીના નવમા નોરતે રાત્રે બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં મંદિરના કથા હોલમાં ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ મંદિરના મહંત પૂ. વિવેકસાગરદાસજી સ્વામી તથા સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી પૂ. રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાશે. મંદિરના કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામીની યાદીમાં તમામ ભક્તોને પરિવાર સાથે આ અલભ્ય રાસોત્સવનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.