રાજકોટ એઇમ્સમાં વિવિધ રોગની સારવાર અને નવા તબીબી સંશોધનો માટે મહત્તમ પ્રયાસો કરાશે: વલ્લભ કથીરિયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રથમ પ્રમુખ તરીકે રાજકોટથી 4 વખત સંસદસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. વલ્લભ કથીરિયાની વરણી કરવામાં આવી છે. આજ રોજ ખાસ-ખબર દ્વારા તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરના વિવિધ સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, ગત સાંજે રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કરવામા આવ્યું છે તેવી જાણ થઈ છે. ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રમુખ તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો ડો. વલ્લભ કથીરિયાએ આભાર માન્યો હતો. રાજકોટની એઇમ્સના પ્રથમ ચેરમેન તરીકે રાજકોટના જાણીતા સર્જન ડો. વલ્લભ કથીરિયાની નિમણૂંક થતાં આજે સવારે એઈમ્સના ડિરેક્ટર કર્નલ સી.ડી. કટોચાએ તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ શુભેચ્છા પાઠવેલી હતી. આ અંગે ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં એઈમ્સ પ્રમુખનો ચાર્જ સંભાળશે.
- Advertisement -
ભારત સરકાર દ્વારા ગુજરાતની સૌ પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ (એઇમ્સ) રાજકોટમાં જામનગર રોડ પર નિર્માણ પામી રહી છે તે દિવાળી આસપાસ વિધિવત રીતે કાર્યરત થાય તેવા સંકેત છે.
ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.
ડૉ. કથીરિયા અટલજીની સરકારમાં રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી
લેઉવા પાટીદાર અગ્રણી ડો. વલ્લભ કથીરિયા આરોગ્ય, રાજકીય, સામાજિક વગેરે ક્ષેત્રના વર્ષોના અનુભવી છે. અટલજીની સરકારમાં માનવ સંશાધન, ભારે ઉદ્યોગ, આરોગ્ય વગેરે વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. રાજકોટ મતક્ષેત્રથી સતત 4 વખત લોકસભામાં ચૂંટાયા હતા. ગુજરાતમાં ગૌ સેવા આયોગના ચેરમેન તથા કેન્દ્રના કામધેનુ આયોગના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓ સુપ્રસિધ્ધ સર્જન છે. ગૌસેવા ક્ષેત્રે તેમની વિશેષ કામગીરી છે. તેમની આગેવાનીમાં ગયા મે મહિનામાં રાષ્ટ્રીય કક્ષાનો ગૌટેક (પ્રદર્શન) યોજાયો હતો.
- Advertisement -
ગુજરાતની પ્રથમ એઈમ્સના ચેરમેન તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો આભાર માનતા ડો. વલ્લભ કથીરિયા
ડૉ. વલ્લભ કથીરિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અદના કાર્યકર તરીકે આજીવન કાર્ય કર્યું છે
ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.
સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ: ડૉ. વલ્લભ કથીરિયા
એઇમ્સની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિશે વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને ઘઙઉ બાદ ઈંઙઉ પણ શરૂ કરવામાં આવશે. એઈમ્સ એ એક સ્વાઈપ બોડી છે. દરેક એઈમ્સને તમામ પાવર તથા સારામાં સારા નિર્ણય કરવાની તક્ક મળે છે. સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ધારો કે, ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ છે.
ડૉ. કથીરિયા પાસે રાજકારણથી સમાજસેવા સુધી વિવિધ ક્ષેત્રોનો બહોળો અનુભવ
ડો. વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ દેશની 14મી લોકસભાના સભ્ય હતા. રાજકોટના સાંસદ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. તેમજ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. બાદમાં ડો. વલ્લભ કથીરિયાને ગૌ સેવા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
રાજકીય, સામાજિક, તબીબી ક્ષેત્રની સફળતા પાછળ માતા-પિતાના આશીર્વાદ
ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અંત્યત ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતાએ તેમને ખૂબ જ સહકાર આપ્યો છે. તેમના ગામડાંમાં કોઈ ભણવા ન જતું ત્યારે માતા-પિતા અને શિક્ષકોએ તેમને ભણવા પ્રોત્સાહિત કર્યા અને તેઓ તબીબી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સફળ થયા. આજે પણ તેમના શિક્ષકો સાથે તેઓ સંપર્કમાં છે અને વિવિધ સમાજસેવાના કાર્યો કરતા રહે છે. તેમના કાર્યોની નોંધ લઈ મહત્વપૂર્ણ જવાબદારી સોપાવા બદલ તેઓ ખુદને ખુશનસીબ સમજે છે અને તેઓ નિ:સ્વાર્થભાવે આ કામગીરી સંભાળી દર્દી નારાયણની સેવા કરશે એવું જણાવ્યું હતું.