ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારની બે ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
રોકડ, દાગીનાં, રિક્ષા સહિત 2.47 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.24
રાજકોટ અને ભચાઉમાં ચોરીને અંજામ આપનાર માળિયા મિયાણાના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ રોકડ-દાગીના સહિત રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તસ્કરોએ રાજકોટમાં ભારતીનગર મેઈન રોડ પર એન્જીનીયરના મકાનમાંથી રૂ.4.48 અને ગાયત્રીધામ સોસાયટીમાં કર્મકાંડી પ્રૌઢના મકાનમાંથી રૂ.42 હજારના મુદ્દામાલની ચોરી તેમજ ભચાઉમાં વેપારીના મકાનમાંથી રૂ.47 હજારની મતાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. શહેરમાં નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ.એન.પરમાર અને ટીમ પેટ્રોલિંગમાં હતી
- Advertisement -
દરમિયાન સફને બાતમી મળી હતી કે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કરો માળિયા મિયાણા વિસ્તારમાં છે આ બાતમી આધારે અનવર અબ્દુલ મોવર ઉ.36 અને ઓસમાણ સલેમાન મોવર ઉ.46ને દબોચી લઈ તેમની પાસેથી ચોરી કરેલ રોકડ, દાગીના તેમજ રીક્ષા સહિત રૂ.2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી પ્રાથમિક પૂછતાછમાં તસ્કરોએ અઠવાડિયા પહેલાં રાજકોટમાં ભારતીનગર મેઈન રોડ પર વિશ્ર્વેશ્ર્વર મહાદેવના મંદિર પાસે એન્જીનીયરના મકાનમાંથી રૂ.4.48 અને ગાયત્રીધામ સોસાયટીમાં કર્મકાંડી પ્રૌઢના મકાનમાંથી રૂ.42 હજારના મુદ્દામાલની ચોરી તેમજ ભચાઉમાં ફૂલવાડી વિસ્તારમાં વેપારીના મકાનમાંથી રૂ.47 હજારની મતાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. વધું ચોરીના ભેદ ઉકેલવા તસ્કરોને રિમાન્ડ મેળવવા ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી.