રાજકોટ તા. ૨ જૂન– રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠા બોર્ડના સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને લોકોને પીવાના પાણીથી અછત ન થાય તે માટે સમયાંતરે સમીક્ષા બેઠક કરી રીવ્યુ કરવામાં આવે છે.
રાજકોટ તાલુકાના ૧૨ ગામો, વીંછીયા તાલુકાના બે ગામો તેમજ લોધિકાના બે પરા મળી કુલ ૧૬ ગામ-પરા વિસ્તારમાં ૫૦૦૦ લીટરના દૈનિક ૩૮ ફેરા અને ૧૦ હજાર લીટરના ૪૦ ફેરા અને ૨૦૦૦૦ લીટરના ૮ ફેરા પાણી વિતરણ ટેન્કર દ્વારા કરવામાં આવે છે તેમ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી જોધાણીએ જણાવ્યું હતુ.
- Advertisement -