‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી અન્વયે કિશોરીઓની ‘‘વેસ્ટમાંથી બેસ્ટ’’ હરિફાઇ યોજાઈ.
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીમાં કિશોરી પ્રવૃત્તિમય રહે તેમજ પોતાની આવડત બતાવી શકે તે માટે તાજેતરમાં ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લામાં આવેલી ૧૩૬૦ આંગણવાડી પૈકી ૧૩૫૪ આંગણવાડીમાં યોજવામાં આવેલ આ ઉજવણી અન્વયે કિશોરીઓ માટે ‘‘બેસ્ટ ઓફ વેસ્ટ’’ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૧ થી ૧૮ વર્ષની વયની અંદાજીત ૪૦૦૦ કિશોરીઓએ ભાગ લીધો હતો.
કોવીડ – ૧૯ મહામારી સંદર્ભેની માર્ગદર્શિકાના ચૂસ્તપણે પાલન સાથે આંગણવાડીઓમાં યોજવામાં આવેલ ‘‘બેસ્ટ ઓફ વેસ્ટ’’ હરિફાઈમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓને સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે બેસાડવામાં આવી હતી. આ હરિફાઈમાં વિજેતા બનેલ કિશોરીઓને આંગણવાડીના મુખ્ય સેવિકાના હસ્તે પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે કોવીડ મહામારીને ધ્યાને લઈ કિશોરીઓએ તેમના ઘરે પડેલી વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવી હતી, જેને સબંધિત આંગણવાડીમાં પ્રદર્શનમાં પણ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત આ દિવસે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -