કાનાના વધામણા માટે રાજકોટમાં હરખની હેલી…
રાજકીય, સામાજિક, સંતો-મહંતો તથા સંસ્થાઓએ તેમનું હાર્દિક સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રીકૃષ્ણના અવતરણ પર્વ પર ભાવ, ભક્તિ અને ઉલ્લાસનો મહાપર્વને ઉજવવા રાજકોટની ધર્મપ્રેમી પ્રજાજનોમાં જન્માષ્ટમી મહોત્સવને ધામધૂમથી ઉજવવા થનગનાટ વ્યાપ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિની માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઈ મકવાણાની બેઠકમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી જન્માષ્ટમી મહોત્સવ સમીતી – 2025 ના અધ્યક્ષ તરીકે રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ – વાવડી)ની વરણી કરવામાં આવી છે તેવુ જન્માષ્ટમી મહોત્સવ સમીતીના મંત્રી પરેશભાઇ રુપારેલિયાએ જણાવ્યુ હતુ. રાજાભાઇ છેલ્લા 4 વર્ષ થી જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરિકે સેવા આપે છે. રાજાભાઇ ખુબજ ઉત્સાહી, સેવાભાવી અને ધર્મનિષ્ઠ વ્યક્તી છે. તેઓ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત થતા તમામ ધાર્મિક, સામાજિક અને સંસ્ક્રુતીક કાર્યક્રમો મા તન, મન, ધન થી સેવા આપવા હમેશને માટે તત્પર હોય છે.
તેમનો રાજકીય પ્રવાસ પણ પ્રશંસનીય રહ્યો છે. હાલમાં તેઓ રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ અને સહ સંયોજક સાંસ્કૃતિક સેલ (રાજકોટ તાલુકા) તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ તેઓ રાજકોટ શહેરના વોર્ડ નં. 12ના કારોબારી તરીકે પણ સક્રિય રહીને સંગઠનને મજબૂત કરવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. જેઓ, સામાજિક ક્ષેત્રે અનેક સંગઠનોમાં જોડાયેલ છે. રાજકોટ તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સમાજના પ્રમુખ; રાજપૂતાના સ્પોર્ટ્સ ક્લબ ગુજરાત ના સભ્ય અને આર.વાય.એન.એલ. અપના બેન્ક; તેમજ શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ સંગઠન મંત્રી તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ પૂર્વ ઉપપ્રમુખ રાજપુત કરણી સેના, રાજકોટ જિલ્લા. પૂર્વ પ્રમુખ વીરપુર તાલુકા રાજપૂત યુવા સમાજ મા નિષ્ઠાપૂર્વ કામગીરી કરીને સંસ્થાનુ નામ રોશન કરેલ છે. તેઓ સહકારી ક્ષેત્રે પણ સેવા આપતા રહે છે, જેમ કે શ્રી શુભલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી; મવડી જૂથ સેવા સહકારી મંડળીમાં તેઓ કાર્યરત છે.