ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે એલસીબીનો દરોડો
15,816 બોટલ દારૂ, 1992 બિયરના ટીન, ટ્રક, મોબાઈલ સહિત 1.02 કરોડનો મુદામાલ જપ્ત
જલંધરથી જૂનાગઢ પંથકમાં સપ્લાય કરવાનો હતો : ડુંગરપુરના વિષ્ણુએ મોકલ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દારૂ-બિયરની રેલમછેલ થાય તે પહેલાં જ રાજકોટ એલસીબીની ટીમે ભરૂડી ટોલનાકા પાસેથી 92.60 લાખના દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે રાજસ્થાની શખ્સને દબોચી લઈ 1.02 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાની શખ્સ તેમજ પંજાબના જલંધરથી દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ આદરી છે જુનાગઢ પહોંચે તે પૂર્વે જ પોલીસ ત્રાટકી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી હિમકરસિંહે દ્વારા દારૂની બદી દૂર કરવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યારે એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવિસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજ બાયલ, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા અને ભાવેશ મકવાણાને આઈસર ટ્રક નંબર ઇંછ-55-ટ-5520 બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફથી જુનાગઢ તરફ જનાર છે તેવી ચોકકસ બાતમી મળતાં એલસીબીનો સ્ટાફ ભરૂડી એલસીબી કચેરી સામે વોચમાં હતો ત્યારે રાજકોટ તરફથી બંધ બોડીનો આઇસર ટ્રક આવતો જોવા મળતાં ટ્રકને ઉભો રખાવી ડ્રાઇવરનું નામ પુછતા રાજસ્થાન જાલોરના લાછીવાડનો સુરેશ માનારામ ખીલેરી ઉ.32 હોવાનુ અને ટ્રકમાં પતંજલીના બીસ્કીટ હોવાનુ જણાવતાં ઉંડાણપૂર્વક પુછપરછ કરતા શખ્સે ટ્રકમાં દારૂ હોવાનુ જણાવ્યું હતું બાદમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 89.02 લાખની કુલ 15,816 બોટલ, 3.58 લાખના બિયરના 1992 ટીન, ટ્રક અને બે મોબાઈલ મળી કુલ 1.02 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ટ્રક ચાલકને દારૂનો જથ્થો રાજસ્થાનના ડુંગરપુરના વિષ્ણુ ડાંગી નામના શખ્સના કહેવાથી પંજાબના જલંધરથી અજાણ્યાં શખ્સે ભરી દિધો હતો પોલીસે દારૂ મોકલનાર, ભરી આપનાર અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ આદરી છે.