ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચ ગોઠવી 11,86,560 રૂપિયાનો દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના બે શખ્સોને દબોચી લઈ 25 લાખની મર્સિડીઝ કાર સહિત 38,86,560 રૂપિયાનો મુદામાલ કબજે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં દારૂ ઘૂસાડતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલની સૂચના અન્વયે એસીપી ક્રાઇમ બી બી બસિયાના માર્ગદર્શન હેઠળ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એ એસ ગરચર અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઇ અનિલભાઈ સોનારા, ધર્મરાજસિહ રાણા અને હરપાલસિહ જાડેજાને મળેલી બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના વોટર પાર્ક સામે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં અટકાવી જડતી લેતા તેમાંથી 11,86,560 રૂપિયાની કિમતની દારૂની 384 બોટલ દારૂ મળી આવતા પોલીસે રાજસ્થાનના મોહનલાલ કિશનલાલ પુનિયા, મહેશકુમાર મયંગારામ આલની ધરપકડ કરી દારૂ, 25 લાખની મર્સિડીઝ કાર સહિત 38,86,560 રૂપિયાનો મુદામાલ કબજે કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.