હૈદરાબાદના અનકેપ્ડ પ્લેયર તરીકે સૌથી વધુ રન કર્યા : ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં 13 રન ડિફેન્ડ કર્યા – પ્લેયર ઓફ ધી મેચ ઘોષિત
હૈદરાબાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને એક રનથી હરાવ્યું. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં 13 રનનો બચાવ કર્યો હતો.
- Advertisement -
ગુરુવારે આ જીત સાથે, સનરાઇઝર્સ વર્તમાન સિઝનના પોઈન્ટ ટેબલના ટોપ-4માં સ્થાન મેળવી લીધું છે, જ્યારે રાજસ્થાનની પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની રાહ વધી ગઈ છે. હાર છતાં રોયલ્સ 16 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. ટીમે સિઝનમાં 5મી વખત 200 રનનો આંકડો પાર કર્યો છે. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 200 રન જ બનાવી શક્યું હતું.
રોયલ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી, પરંતુ ભુવનેશ્વર કુમારે માત્ર 11 રન આપ્યા હતા. ભુવી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 41 રનમાં 4 વિકેટ લીધી હતી.
- Advertisement -
ખેલાડીઓનું પ્રદર્શનઃ
હેડ અને નીતિશ તરફથી ફિફ્ટી,
SRH તરફથી નીતીશ રેડ્ડીએ 42 બોલમાં 76 રનની અણનમ અડધી સદી ફટકારી હતી, જ્યારે ટ્રેવિસ હેડે 44 બોલમાં 58 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 19 બોલમાં અણનમ 42 રનનું યોગદાન આપ્યું હતું. અવેશ ખાનને 2 વિકેટ મળી હતી.
આરઆર માટે રિયાન પરાગે 49 બોલમાં 77 રન બનાવ્યા હતા જ્યારે યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. ભુવનેશ્વર કુમાર ઉપરાંત ટી નટરાજન અને પેટ કમિન્સને 2-2 વિકેટ મળી હતી.
અનકેપ્ડ રેડ્ડીએ બનાવ્યો સૌથી વધુ સ્કોર SRH બેટ્સમેન :
નીતિશ કુમાર રેડ્ડીએ 42 બોલમાં 76 રનની ઇનિંગ રમી. તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું નથી, આ સાથે તે હૈદરાબાદ માટે સૌથી વધુ સ્કોર બનાવનાર અનકેપ્ડ ખેલાડી બન્યો. તેણે રાહુલ ત્રિપાઠીના રેકોર્ડની બરાબરી કરી, જેણે 2022માં 76 રન બનાવ્યા હતા
પાવરપ્લેમાં હૈદરાબાદે આ સિઝનનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો :
આ સિઝનમાં આ તેમનો સૌથી ઓછો પાવરપ્લે સ્કોર હતો, આ પહેલા ટીમે મુલ્લાનપુર મેદાન પર 40 રન બનાવ્યા હતા. ટીમે પાવરપ્લેમાં 6 ઓવરમાં 125 રનનો રેકોર્ડ સ્કોર પણ બનાવ્યો છે.
હૈદરાબાદે સિઝનમાં 5મી વખત 200 પ્લસ રન બનાવ્યા :
એક સિઝનમાં સૌથી વધુ 200 રન બનાવનારી ટીમોમાં ટીમ બીજા સ્થાને પહોંચી છે. ગત સિઝનમાં મુંબઈએ 6 વખત 200થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ભુવનેશ્વર પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો :
ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સ સામે પાવરપ્લેમાં 2 વિકેટ લીધી હતી. આ સાથે IPL પાવરપ્લેમાં તેની કુલ 67 વિકેટ થઈ ગઈ છે. તે ટૂર્નામેન્ટના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.