આજે 10 વર્ષના બાળકનું મોત થયું, DNA સેમ્પલથી મૃતદેહોની ઓળખ કરવામાં આવશે, કેટલાંકનાં તો હાડકાં જ હોસ્પિટલ પહોંચ્યાં
ખાસ-ખબર ન્યૂઝ જેસલમેર
- Advertisement -
જેસલમેરની સ્લીપર બસમાં આગ લાગવાથી દાઝી ગયેલા 10 વર્ષના છોકરાનું પણ આજે મોત થયું છે, જેના કારણે મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે. આજે સવારે બે દર્દીઓની હાલત વધુ ખરાબ થઈ. તેમને પણ વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ભાટીએ ડીએનએ સેમ્પલિંગમાં પરિવારોને પડતી મુશ્ર્કેલીઓ અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે ચકાસણીને કારણે આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. જોધપુર અને જેસલમેરની હોસ્પિટલોમાં મૃતદેહોની ઓળખ માટે પરિવારોના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે. મંગળવારે બપોરે 3:30 વાગ્યે જેસલમેર-જોધપુર હાઇવે પર એક એસી સ્લીપર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં વીસ મુસાફરો જીવતા બળી ગયા હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મૃતદેહોનાં શરીર બસ સાથે ચોંટી ગયા હતા. કેટલાક કોલસા બની ગયા હતાં.
ગુજરાતમાં રાજસ્થાનવાળી થતાં રહી ગઈ, લક્ઝરી બસ ભડકે બળી
પાવાગઢથી બાવળા જતી બસમાં અચાનક આગ લાગી, ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દેતાં દુર્ઘટના ટળી
ગુજરાતમાં રાજસ્થાનવાળી થતાં રહી ગઈ છે. નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પર મોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ કયા કારણસર લાગી એ બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -