ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત પોરબંદર ખાતે બીચ સોકર ની INDIA ટિમ માટે AFC બીચ સોકર એશિયા કપ 2025 AIFF દ્વારા ટ્રાયલ, તારીખ 12.10.24 થી 15.10.24 સુધી થએલ દેશ ના લગભગ 100 જેટલા બીચ સોકર ના ખેલાડીઓ પોરબંદર ખાતે ટ્રાયલ માં ભાગ લીધેલ અને તેમાં જે 25 પ્લેયર્સ સિલેક્ટ થયા હતા. તેમાં ગુજરાતના 3 પ્લેયર રાજ ચૌહાણ, પ્રિન્સ અને મંથન સિલેક્ટ થઈ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. રાજ ચૌહાણ રાજકોટ ની ડિસ્ટ્રિક્ટ ટિમ માં છેલ્લા 2 વર્ષ થી રમે છે અને ખુબજ શરૂ પ્રદર્શન કરે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ આસોસીએસન ના પ્રમુખ ગુણવંત ભાઈ ડેલાવાળા, સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના સભ્યો તથા રાજકોટ ના ફૂટબોલ ખેલાડીઓ એ સુભેચ્છા પાઠવેલ છે.
- Advertisement -
બીજા ખેલાડીઓ આ પ્રમાણે છે. નેહલ પરબ (ગોવા), શ્રીજીત બાબુ, રોહિત યેસુદાસ, અલી અકબર્ડ (બધા કેરલા) મોહદ થઈર (લક્ષદ્વીપ), જયપાલ સિંગ (જરખંડ), લતિશ કુંકાલકાર (ગોવા), ઉમરૂલ મુખતર(કેરલા), ડોન રેમેડિઓસ(ગોવા), મીરસદ ભ (લક્ષદ્વીપ) રોય આર (કેલારા), આદિત્ય(હિમાચલ પ્રેદેશ), અકરમજૂલ હક(લદ્શદ્વીપ), મુહમદ યુનિશ(કેરલા), મુહસીર TKB(કેરલા), પ્રિન્સ (ગુજરાત),મંથન (ગુજરાત), અમિત ગોદરા (રાજસ્થાન), બાસિથ(કેરલા), સતિશ નાયક(ગોવા), મુહંડ અક્રમ(લક્ષદ્વીપ), પ્રતિક કંકોંકર(ગોવા), હરિસ્ઠ(કેરલા), રાજ ચૌહાણ(ગુજરાત), મહમદ કૈફ ખાન(મહારાષ્ટ્ર)્. આ 25 ખેલાડીઓ ટિમ ઈંગઉઈંઅનું પ્રતિનિધિત્વ કરશે ને તેઓ માર્ચ 2025 માં થાઈલેન્ડ ખાતે ટુર્નામેન્ટ રમવા જશે.