શહેરમાં અનેક જગ્યા વીજળી ગુલ થવાના કારણે લોકો અકળાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે.આજે સવારે 6 વાગ્યા સુધીમાં વિસાવદર 2 ઇંચ, મેંદરડા પંથકમાં 1 ઇંચ વરસાદ સાથે જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ સાથે અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.જયારે સારા વરસાદના પગલે ખેતી પાકને ખુબ ફાયદો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
જિલ્લા ગઈકાલ સવારથી વરસાદી માહોલ વચ્ચે વાદળોથી આકાશ ઘેરાયેલ જોવા મળ્યું હતું અને દિવસ ભાર વરસાદી ઝાપટા સાથે વિસાવદર અને મેંદરડા સારા વરસાદ પડતા ખેતરના ઉભા પાકને ખુબ મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.જયારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધી ઇંચ વરસાદ નોંધાતા થોડે ઘણે અંશે ગરમીથી રાહત મળી હતી જોકે વરસાદના વિરામ બાદ ફરી બફારો જોવા મળ્યો હતો રાત્રીના સમયે બસ સ્ટેન્ડ આસપાસ વીજ ફોલ્ટ આવતા વીજળી ગુલ થઇ હતી જોકે સવારે પણ એક કલાક વીજળી ગુલ થતા લોકો ભારે અકળાઈ ઉઠ્યા હતા આજ સવારથી પણ વાદળછાયું વાતાવરણ સાથે ગરમી જોવા મળી રહી છે.ત્યારે હજુ સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.