21 જિલ્લામાં આગાહી, 26 મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે. એની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતના અડાજણ, પાલ, રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં 4 દિવસ બાદ વરસાદનું આગમન થશે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહમાં, જેમાં હાલ અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતાં ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.
- Advertisement -
પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી પાણી: રસ્તા નદીઓ બની ગયા
મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા: ટ્રાફિક પ્રભાવિત: આજે પણ મુંબઈમાં વરસાદની શકયતા
દેશની આર્થિક રાજધાની મુંબઈ વરસાદથી તરબોળ થઈ ગઈ છે. પહેલા વરસાદમાં જ મુંબઈમાં સટાસટી બોલી ગઈ છે. મંગળવારે સાંજે અને રાત્રે મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબકયો હતો. ઘણા વિસ્તારોમાં વીજળી પણ પડી હતી. થાણેથી મુંબઈ સુધી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક પ્રભાવિત થયો. વરસાદને કારણે થાણેથી ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. આજે પણ ભારે વરસાદની આગાહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ચાલવું મુશ્કેલ બન્યું છે. પુણેમાં ભારે વરસાદ અને તોફાનને કારણે 10 વર્ષના બાળકનું મોત થયું. વીજળીના થાંભલામાં કરંટ લાગતાં બાળક વીજળીના થાંભલાને પકડી ગયું હતું. જેના કારણે વીજળીના આંચકાથી બાળકનું મોત થયું.
- Advertisement -
મુંબઈના સાકી નાકા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. મુંબઈમાં વધુ વરસાદ પડ્યો નથી ત્યારે આ સ્થિતિ છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. અંધેરીમાં ભારે વરસાદને કારણે સબવે બંધ થઈ ગયો હતો. મહારાષ્ટ્રના સતારામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક મોટો મોબાઈલ ટાવર રસ્તા પર પડી ગયો. આ પછી, 8થી 10 વાહનો ટાવરની ઝપેટમાં આવી ગયા. 5 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં વરસાદની તીવ્રતા મુંબઈ કરતાં વધુ હતી, જ્યારે મુંબઈમાં વધુ વરસાદ પડ્યો ન હતો. મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં, પશ્ર્ચિમ ઉપનગરોમાં જોગેશ્વરીમાં સૌથી વધુ 63 મીમી વરસાદ પડ્યો હતો. આ પછી, અંધેરી (માલ્પા ડોંગરી) માં 57 મીમી અને અંધેરી (પૂર્વ) માં 40 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વીય ઉપનગરોમાં, પવઈમાં સૌથી વધુ 38 મીમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ ભાંડુપમાં 29 મીમી વરસાદ પડ્યો હતો. ઇખઈ એટલે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વળક્ષ પડવાની એક ઘટના અને શોર્ટ સર્કિટની એક ઘટના સિવાય, મહાનગરમાં બીજી કોઈ ઘટના બની નથી. તે જ સમયે, ટ્રાફિક પોલીસે દાવો કર્યો હતો કે અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક બંધ થઈ ગયો હતો. મુસાફરોએ જણાવ્યું હતું કે વરસાદને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો હતો.