બોટ એસો.ને સર્વે કરી સહાય ચૂકવવા મત્સ્યઉદ્યોગ મંત્રીને લેખિતમાં રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના ખારવા સયુંકત માછીમાર બોટ એસો. દ્વારા તાજેતરમાં પડેલ અતિભારે વરસાદથી અને પૂર પ્રકોપ જેવી પરિસ્થિતિ ના કારણે ફીશીંગ બોટોને થયેલી નુકસાનનું વળતર મળે તે બાબતે મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલને લેખતી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં પડેલ અતિભારે વરસાદના કારણે વેરાવળ શહેર અને આજુબાજુનાં વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેનાં કારણે વેરાવળ શહેરને પાણી પર પાડતા હિરણ-2 ડેમના તમામ દરવાજા ખોલી દેવાના કારણે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું.
- Advertisement -
જેના કારણે વેરાવળ શહેર, પાટણ, ભાલકામાંથી વેરાવળ બંદરની ખાડીમાં આવેલા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે બંદરમા મજબૂત દોરડાથી બાંધેલી બોટોના દોરડા તૂટી 100થી અધીક બોટો ગત તા.19ની વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ પાણીના અતિ વેગ અને પ્રવાહને કારણે એકબીજા બોટો સાથે અથડાતી ભટકાતી દરીયાની ખાડીની બહાર નિકળી જવા પામી હતી.
માછીમારો માટે આજીવીકાનું એક માત્ર સાધન એવી ફીશીંગ બોટની ડૂબી જવાની ગીતામાં તોફાન કે વરસાદી વાતાવરણમાં માછીમારો કયારેય પૂરી રીતે ઉંઘી શકતા નથી રાત્રે 3 વાગ્યે પોતાની બોટો અતી ભારે પાણીના પ્રવાહને કારણે કિનારેથી દૂર દરિયામાં ઢસડાય જવાના સમાચાર મળતા જ બોટ માલિકો અને અન્ય માછીમારો જાનનાં જોખમે ખરાબ અને ભારે વરસાદી વાતાવરણમાં પણ દરિયામા જઇ બોટો પરત લઈ આવ્યા.પરતું બ્રેક વોટરના પથ્થર ઉપર અને એક બીજી બોટો સાથે અથડાવાના કારણે તથા ખાડીમા રહેલ પથ્થરો સાથે અથડાવાના કારણે ખૂબ નુકસાન થયેલ છે તેમજ કેટલીક બોટોમાં દરિયાઈ પાણી ભરાઈ જવાના કારણે બોટો ડુબી જવાના પણ બનાવ પણ બનેલ છે.આ કુદરતી આફતના કારણે જે ફીશીંગ બોટોને નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરવા અને નુકસાનનું યોગ્ય વળતર ચુકવવા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સયુંકત માછીમાર બોટ એસો. ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવી છે.