સુવર્ણ જયંતિને અનુલક્ષીને સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રણ દિવસ ષોડશોપચાર પૂજન આરતી થયા
રામનાથ મહાદેવ ઉપર 555 કિલો પુષ્પવર્ષાનું આયોજન સહદેવસિંહ ડોડિયા (SD ગૃપ) દ્વારા કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 100મી વરણાંગી નીકળી હતી. જેમાં રાજકોટનાં માંધાતાસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને ખાસ પૂજા-અર્ચના કરી હતી. વરણાંગીમાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. આ તકે સહદેવસિંહ ડોડિયા (રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી) હેલિકોપ્ટર દ્વારા રામનાથ મહાદેવ ઉપર 555 કિલો પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. વરણાંગી રામનાથપરા રોડ કોઠારીયા નાકા સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, જયરાજપ્લોટ, હાથીખાનાથી શ્રી રામનાથ મહાદેવના મંદિરે પરત ફરી હતી.
રાજકોટના માંધાતાસિંહએ જણાવ્યું હતું કે, આ વરણાંગીની શરૂઆત આજથી સો વર્ષ પહેલા થઈ હતી. સો વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નિકળ્યો હતો. આ રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી. કે જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે તો તે રામનાથ મહાદેવની વરણાંગી શહેરમાં ફેરવશે. જે-તે સમયે રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દરવર્ષે ભગવાન રામનાથ મહાદેવની વરણાંગી કાઢવામાં આવે છે. આ ખતરનાક રોગથી મહાદેવે રાજકોટની રક્ષા કરી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે આજે આ 100મી પાલખી યાત્રા કાઢવામાં આવી છે. જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે આજી નદીમાં પુર આવ્યું ત્યારે રાજવી પરિવારનાં લોકોએ લોહી રેડ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
- Advertisement -