ટ્રેન પ્રસ્થાનના 48 કલાક પહેલા સેક્ધડ કલાસની ક્ધફર્મ્ડ ટિકિટ રદ થાય તો રૂા. 60નો ચાર્જ લેવાય છે : ઓનલાઇન ટિકિટ પર લાગતો સર્વિસ ચાર્જ નોન-રિફંડેબલ છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
ભારતીય રેલ્વેને 2021થી 2024 (જાન્યુઆરી સુધી)ના ગાળામાં વેઇટિંગ લિસ્ટની ટિકિટો કેન્સલ થવાને કારણે રૂો 1229.85 કરોડની આવક થઇ છે. આરટીઆઇ હેઠળની અરજીના જવાબમાં રેલવે મંત્રાલયે જરૂરી માહિતી આપી હતી. મંત્રાલયે એવું પણ કહ્યુ હતુ કે, આવી રીતે રેલવેને થઇ રહેલી આવક સતત વધી રહી છે.
- Advertisement -
મંત્રાલયના જણાવ્યા અનુસાર 2021માં વેઇટિંગ લિસ્ટની લગભગ 2.53 કરોડ ટિકિટ રદ થઇ હતી. જેમાંથી રેલવેને રૂા. 242.68 કરોડ મળ્યા હતા. પછીના વર્ષે 4.6 કરોડ ટિટિકના કેન્સલેશનમાંથી રૂા. 439.16 કરોઢની આવક થઇ હતી. 2023માં પણ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો અને વેઇટિંગ લિસ્ટની યાદીમાં 5.26 કરોડ ટિટિક રદ કરવી પડી હતી. જેમાંથી રૂા. 505 કરોડની આવક થઇ હતી. રેલવેએ માત્ર 2024માં જ 45.86 લાખ ટિટિક રદ કરી હતી. આ સાથે લગભગ સવા ત્રણ વર્ષના ગાળામાં કુલ 12.8 કરોડ ટિકિટ રદ થઇ છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરીના વગસ્ અને ટ્રેનના પ્રસ્થાનથી કેટલા સમય પહેલા ટિકિટ રદ કરવામાં આવે છે તેના આધારે કેન્સલેશન ચાર્જિસની ગણતરી કરાય છે. જેમ કે, ટ્રેનના પ્રસ્થાનના 48 કલાક પહેલા સેક્ધડ ક્લાસની ક્ધફર્મ્ડ ટિકિટ રદ થાય તો રૂા. 60 ની ફી લેવામાં આવે છે. એસી કલાસમાં રૂ. 120 થી રૂા. 240 ની રેન્જમાં ચાર્જ વસૂલ કરાય છે. રેલવેના રિફંડ સંબંધી નિયમ અનુસાર રેલવેના પ્રસ્થાનના 72 કલાક પહેલા ટિટિક કેન્સલ કરાય તો સંપૂર્ણ રિફંડ મળવાપાત્ર છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે આઇઆરસીટીસી દ્વારા ઓનલાઇન ખરીદાયેલી ટિકિટ પર સર્વિસ ચાર્જ પણ લાગે છે, જે ટિકિટના કેન્સલેશનની સ્થિતિમાં પણ નોન-રિફંડેબલ છે.
રેલવેના એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યુ હતુ કે ‘ભારતીય રેલવેએ ક્ષમતા અને માંગ સાથે સુસંગતતા સાધવા તથા વેઇટિંગ લિસ્ટની મર્યાદાની સમીક્ષા કરવી જોઇએ. જેમકે, 18 ડબા અને સ્લીપર કેટેગરી માં 720 સીટ ધરાવતી ટ્રેનમાં 600નું વેઇટિંગ લિસ્ટ રાખવુ વ્યવહારિક નથી. તેને લીધે ટિકિટો મોટી સંખ્યામાં કેન્સલ થાય છે.
ગયા વર્ષે દિવાળીના સપ્તાહમાં 5-17 નવેમ્બરના ગાળામાં ટિકિટ કેન્સલેશનમાં મોટો ઉછાળો નોંધાયો હતો અને 96.18 લાખ ટિકિટ કેન્સલ થઇ હતી. જેમાંથી લગભગ અડધા કેન્સલેશન તમામ કવોટાના વેઇટિંગ લિસ્ટના પેસેન્જર્સના હતા એવી માહિતી સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સના ડેટા પરથી મળી હતી. સુચિત ગાળામાં ભારતીય રેલવેની માત્ર ટિકિટ કેન્સલેશનની આવક રૂા. 10.37 કરોડ રહી હતી.