13 ડબ્બા પાટા પરથી પડી ગયા : બે કોચમાં આગ : દુર્ઘટના બાદ અફડાતફડી
ભારતમાં રેલ દુઘર્ટનાના સીલસીલામાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ તામીલનાડુનાં પેટીઈ રેલવે સ્ટેશને ઉભેલી માલગાડી સાથે મૈસુર દરભંગા બાગામતી એકસપ્રેસ ટ્રેનની ટકકર થતા 19 પ્રવાસીઓ ઘાયલ થયા હતા.આ ટકકર બાદ 13 ડબ્બા પાટા પરથી પડયા હતા અને બે કોચમાં આગ ફાટી નીકળી હતી.
- Advertisement -
રેલવે વિભાગનાં સુત્રોએ કહ્યુ કે, કવારીપેટ્ટઈ રેલવે સ્ટેશને માલગાડી ઉભી હતી ત્યારે મોડીરાત્રે બાગમતી એકસપ્રેસ ટ્રેન પાછળથી ટકરાઈ ગઈ હતી. સીગ્નલ અપાયુ તે પાટા પર જવાને બદલે લુપ લાઈનમાં ઘસી જતાં દુઘર્ટના સર્જાઈ હતી. ટકકરને પગલે જોરદાર ઝટકો લાગ્યા બાદ 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ટ્રેનના પાર્સલ વાનમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં 19 પ્રવાસીઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજયનાં નાયબ મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેલવે તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઘસી જઈને રાહત-બચાવ કામગીરી કરી હતી. દુઘર્ટનાને પગલે રેલવે સ્ટેશન પર અંધાધુંધી સર્જાઈ હતી અને રેલ વ્યવહાર બંધ કરાયો હતો. કેટલીક ટે્રનો રદ કરવા ઉપરાંત કેટલીકને ડાઈવર્ટ કરવામાં આવી હતી.
તામીલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને ક્હયું કે, દુઘર્ટનાની જાણ થતા રાહત બચાવ કામગીરી માટે વહીવટી તંત્રને પણ દોડાવાયું હતું. 19 મુસાફરોને ચેન્નાઈની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલીને રૂબરૂ જઈને ખબર અંતર પૂછયા હતા. ટ્રેન અકસ્માતને પગલે અટવાયેલા પ્રવાસીઓ માટે વૈકલ્પીક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજે સવારે રવાના કરવામાં આવ્યા હતા.