કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ બાદ વારંવાર અચાનક લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. આજે સવારે દિલ્હીથી સિમલા જતાં માર્ગમાં અધવચ્ચે હરિયાણાનાં સોનેપતમાં રોકાઈ ગયા હતા.ખેતરોમાં કામ કરતા લોકો પાસે પહોંચી ગયા હતા.ટ્રેકટર, ચલાવ્યુ હતું અને ધાનનું વાવેતર પણ કર્યું હતું. પાક પાણીની સ્થિતિથી વાકેફ થયા હતા.
રાહુલ આવ્યાની વાત ફેલાતા આસપાસનાં ગામડાઓમાંથી કિસાનો ઉમટયા હતા તેઓ સાથે કોંગ્રેસ નેતાએ વાતચીત કરી હતી.કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલે ક્હયું કે રાહુલ ગાંધી વાસ્તવમાં દિલ્હીથી સિમલા જઈ રહ્યા હતા.કુંડલી બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે અચાનક ખેતરોમાં કામ કરતાં કિસાનો પર નજર પડતાં કાફલાને રોકી દીધો હતો અને મદીનાં ગામમાં પહોંચી ગયા હતા અને ખેતરો પર નજર કરી હતી. ખેતરોમાં કામ કરતાં કિસાનોને મળવા ગયા હતા. ધાનનુ વાવેતર કર્યુ હતું અને ગામ લોકો, સાથે વાતચીત કરી હતી.
- Advertisement -
Haryana | On his way from Delhi to Shimla (Himachal Pradesh) Congress leader Rahul Gandhi reached Sonipat earlier this morning, where he met farmers at various villages of Baroda. He joined them in the sowing process, as they worked at the fields in Baroda and Madina. pic.twitter.com/IO3byBuN0y
— ANI (@ANI) July 8, 2023
- Advertisement -
આ દરમ્યાન જમીન સમથળ કરવા માટેની કામગીરી દરમ્યાન ટ્રેકટર પણ ચલાવ્યુ હતું.રાહુલ ગાંધીને મળવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી પણ લોકો ઉમટવા લાગતા સુરક્ષા કાફલો પણ ચિંતામાં મુકાઈ ગયો હતો. એકાએક કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના કારણે કોઈ આગોતરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી.
એટલે દેખીતી રીતે લોકોના ઘસારાને નિયંત્રીત કરવા માટે પોલીસ કાફલાને ભારે મહેનત કરવી પડી હતી. સ્થાનિક કોંગ્રેસનાં આગેવાનો પણ રાહુલનાં આ ઓચિંતા કાર્યક્રમથી વાકેફ ન હતા. તેઓને પણ જાણ થતાં મોટી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકરો ઉમટવા લાગ્યા હતા. ખેતરોમાં કિસાનો સાથે સારો એવો સમય વિતાવ્યા બાદ રાહુલ રવાના થઈ ગયા હતા.