મજાકના મૂડમાં રાહુલે પોતાનો આઈફોન કાઢીને કહ્યું- ‘હેલ્લો મિસ્ટર મોદી!’: પોતાનો ફોન ટેપ કરવામાં આવતો હોવાનો રાહુલનો આક્ષેપ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન તેમણે સિલીકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે ભારત સરકાર પર ફરી પોતાના ફોન ટેપ થઈ રહ્યાનો આક્ષેપ લગાડયો હતો. તેમણે અચાનક ફોન કાઢીને કહ્યું- હેલ્લો મિસ્ટર મોદી.
- Advertisement -
રાહુલ ગાંધીની અમેરિકા યાત્રા પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દરમિયાન તેમણે સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટઅપ ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉદ્યોગકારોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને અત્યાધુનિક ટેકનીકના ક્ષેત્રમાં અગ્રણી કામ કરવા માટે ઓળખવામાં આવે છે. રાહુલે ડેટા સુરક્ષાને મહત્વનું બતાવીને ભારત સરકાર પર ફરી એકવાર તેના ફોન ટેપ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ તકે પ્લગ એન્ડ પ્લે ઓડીટોરીયમમાં ઈન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને ભારતથી આવેલા અન્ય સહયોગીઓ પણ હાજર હતા. મજાકના મૂડમાં રાહુલ: પેનલ ચર્ચા દરમિયાન રાહુલ મજાકના મૂડમાં પણ દેખાયા હતા. પોતાના આઈફોન પર મજાકના મૂડમાં રાહુલે કહેલું- હેલ્લો, મિસ્ટર મોદી! કોંગ્રેસ નેતાનું કહેવું હતું કે તેને ખબર છે કે તેનો ફોન ટેપ કરવામાં આવે છે.