કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, સજા સામે રાહુલ ગાંધીએ સ્ટેની કરી છે માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે એટલે કે ગુરુવારે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. સુરત મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ તરફ રાહુલને 24 માર્ચે લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે 3 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટમાં તેની દોષિત ઠરાવ સામે અપીલ દાખલ કરી હતી.
- Advertisement -
શું કહ્યું છે પૂર્ણેશ મોદીએ ?
આ કેસના ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધી જે રીતે મેજિસ્ટ્રેટના આદેશ સામે અપીલ દાખલ કરવા માટે દેખાયા તે તેમની “અહંકાર અને કોર્ટ પર દબાણ લાવવાનું અપરિપક્વ કૃત્ય” દર્શાવે છે. પૂર્ણેશ મોદી કોર્ટની બહાર કોંગ્રેસના શક્તિ પ્રદર્શનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પૂર્ણેશ મોદીએ મંગળવારે કોર્ટમાં રાહુલ ગાંધીની તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવવાની અરજીના જવાબમાં તેમનું સોગંદનામું દાખલ કર્યું. તેમણે રાહુલ ગાંધી પર તેમના સાથી પક્ષો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોર્ટ સામે “અનવ્યાજબી અને અપમાનજનક ટિપ્પણી” કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આરોપી “પુનરાવર્તિત અપરાધીઓ” છે અને તેમના બદનક્ષીભર્યા નિવેદનો માટે અન્યત્ર આરોપોનો સામનો કરી રહ્યા છે અને એક કેસમાં માફી માંગ્યા પછી હાઇકોર્ટે તેમને ચેતવણી આપી હતી. તેમના સોગંદનામામાં બીજેપી નેતાએ 11 ફોજદારી માનહાનિના કેસનો ઉલ્લેખ કર્યો છે જેનો રાહુલ ગાંધી સામનો કરી રહ્યા છે.