આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સોમવારે ઉદરપુરના લીલા પેલેસમાં અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. બંને ભારતીય પરીધાનમાં જોવા મળ્યા.
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સોમવારે ઉદરપુરના લીલા પેલેસમાં અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. પરિણીતી ચોપરા પીળા સૂટ પહેરેલી જોવા મળી રહી છે જ્યારે રાઘવ ચઢ્ઢા કુર્તા પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.
- Advertisement -
પરિણીતી ચોપરા પીળા સૂટ પહેરેલી જોવા મળે છે, જ્યારે રાઘવ ચઢ્ઢા કુર્તા અને પાયજામા પહેરેલો જોવા મળે છે. જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા તો મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા. બધાએ નવા યુગલને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા અને AAP સાંસદે બધાનો ખૂબ-ખૂબ આભાર માનીને આભાર વ્યક્ત કર્યો.
24મી સપ્ટેમ્બરે સાત ફેરા લીધા
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. વરરાજા અને તેમની જાન બોટ દ્વારા લીલા પેલેસ પહોચ્યા હતા. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ ઉપસ્થિત હતા.
- Advertisement -
View this post on Instagram
30મી સપ્ટેમ્બરે રિસેપ્શન યોજાશે
લગ્ન બાદ હવે આ કપલનું બીજું રિસેપ્શન 30 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યું છે જે ચંદીગઢની તાજ હોટલમાં યોજાશે. આ દરમિયાન દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અને અન્ય VIP હસ્તીઓ ઉપસ્થિત રહેશે
બંનેએ 13મી મેના રોજ કરી હતી સગાઈ
પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેમના પરીવાર જનોની હાજરીમાં સગાઈ કરી હતી. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિત ઘણા રાજનેતાઓએ ઉપસ્થિત રહ્યા હતા.