60 મિનિટમાં 10 લાખના ફટાકડા ફૂટ્યા, લોકોએ આતશબાજી માણી
240 અને 120 મલ્ટીકલર શોટ સહિતના ફેન્સી ફટાકડાની આઈટમોથી આકાશ દીપી ઉઠ્યું આ પરંપરાગત આતશબાજી છેલ્લા સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી રાજકોટના દિવાળી કાર્નિવલ અંતર્ગત યોજાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી આ પરંપરાગત આતશબાજી છેલ્લા સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી રાજકોટના દિવાળી કાર્નિવલ અંતર્ગત યોજાય છે. આ આયોજન રાજકોટની દિવાળીની ઉજવણીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. આજે રાત્રે આતશબાજી શરૂ થતાં જ રંગબેરંગી ફટાકડાઓના અદભુત પ્રદર્શને રાજકોટના આકાશને ઝગમગાવી દીધું હતું. વિવિધ પ્રકારના રોશનીભર્યા ફટાકડાઓ અને અવનવી આતશબાજીની પેટર્ન જોઈને ઉપસ્થિત જનમેદની હર્ષોલ્લાસમાં ડૂબી ગઈ હતી. દિપોત્સવી પર્વની ઉજવણીનો રંગેચગે પ્રારંભ થઈ ગયો છે ત્યારે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજે કરવામાં આવેલી ફટાકડાની આતશબાજીથી આકાશ દિપી ઉઠયું હતું અવનવા ફટાકડાને નિહાળવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મહાપાલિકા દ્વારા 60 મિનિટમાં 10 લાખના ફટાકડા ફૂટ્યા હતા. ધનતેરસના દિવસે જ આ ભવ્ય આતશબાજી યોજાતા, લોકોએ દેવી લક્ષ્મીના આગમનને વધાવ્યું હતું અને દિવાળીના તહેવારનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમ શહેરના લોકોને એકસાથે ઉત્સવની ઉજવણી કરવાની તક પૂરી પાડે છે અને રાજકોટના વાતાવરણને ઉત્સાહથી ભરી દે છે. 240 મલ્ટીકલર શોટ એ 140 મલ્ટીકલર શોટના 10, મ્યુઝિકલ શોટ, હેપ્પી દિવાલી-નેમ બોર્ડ, પીકોક, થી-ઈન ખજૂરી, સુર્યમુખી, પ્લામ ટ્રી, ગોલ્ડન સ્ટાર, ઈલેકટ્રીક ખજૂરી, અશોક ચક્ર સહિતના જાત-જાત અને ભાત-ભાતના ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મહાપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવેલ તમામ ફટાકડા સ્વદેશી બાંડના છે અને તેને ગોઠવવાની તૈયારી શુક્રવારથી કરવામાં આવી હતી.
VIP ગેઈટ બંધ કરતા અંધાધૂંધી
ફટાકડાની આતશબાજી જોવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ત્યારે વીઆઈપી ગેઈટ બંધ કરી દેવામાં આવતા લોકો પાસ વગર વીવીઆઈપી ગેઈટમાંથી એન્ટ્રી લીધી હતી ત્યારે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી અને અંદર ગોઠવવામાં આવેલી જાળીઓ ઠેકીને લોકોએ પોતાનું સ્થાન મેળવ્યુ હતું.
- Advertisement -