જૂનાગઢ અંબાજી મંદિરના મહંત પદ માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ
આજે સાંજે 5 વાગ્યા સુધીમાં હજુ વધુ ફોર્મ રજુ થવાની શક્યતા
- Advertisement -
અંબાજી મંદિરના સીધી લીટીના વારસદારોએ પણ ફોર્મ ભર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
ગિરનાર ટોચ પર બિરાજમાન જગત જનની માં અંબા બિરાજમાન છે ત્યારે અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થતા મંદિરના ગાદીપતિ માટે વિવાદ સર્જાયો હતો ત્યારે હજુ તનસુખગિરી બાપુને હજુ સમાધિ અપાઈ ન હતી ત્યારે હરીગીરીબાપુએ નિયમ વિરુદ્ધ અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગીરી ચાદર વિધિ કરી દેતા ભારે હોબાળો મચ્યો હતો અને અંતે અંબાજી મંદિરનો સઘળો વહીવટ વહીવટી તંત્રના મામલતદારને વહીવટદાર તરીકે નિમણૂંક કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ પણ જયારે તંત્ર દ્વારા અંબાજી મંદિરના મહંતની નિમણૂંક બાબતે ફોર્મ બહાર પાડતા અનેક સંતોએ વિરોધ કરીને અંબાજી મંદિરની પરંપરા મુજબ નિમણૂંક કરવામાં આવે તેવી તેવી સરકાર અને કલેકટરમાં રજૂઆત કરી હતી. ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી મંદિરના મહંત તરીકે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદને લઈને વિવાદ સર્જાયો હતો. અને ઘણા નાના મોટા વિવાદો થયા હતા. આ વિવાદો વચ્ચે મંદિરનો તમામ વહીવટ મામલદારે સંભાળ્યો હતો. હવે અંબાજી મંદિરના મહંતની નિમણૂક થનાર હોય એટલે તારીખ 25 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર સુધી મંદિરના મહંત તરીકે દાવેદારી નોંધાવી શકાશે તેની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. જે દરમિયાન અંબાજી મંદિરના મહંત દાવેદારીના 28 ફોર્મ ઉપડયા હતા. અને 23 સપ્ટેમ્બર સુધીમાં કુલ 13એ દાવેદારી નોંધાવી હતી. હજુ આજે તારીખ 24 સપ્ટેમ્બરને સાંજે 5 કલાક સુધીમાં હજુ વધુ દાવેદારી નોંધાશે તેમ જાણવા મળ્યું છે. અંબાજી મંદિરના મહંત પદની અરજી માટેની તંત્રએ જાહેરાત કરી હતી, જાહેરાત બાદ મામલતદાર કચેરીએ જુદી જુદી તારીખે દાવેદારી ફોર્મ આવ્યા હતા, તમામનુ ડેટા પત્રક બનશે બાદમાં માલતદાર અભિપ્રાય આપશે, બાદમાં પ્રાંત અધિકારી પાસે તમામ દાવેદારીના ફોર્મ જશે અને ત્યાર બાદ પ્રાંત અધિકારી તપાસ કરશે પછી તમામનો રિપોર્ટ કલેકટરને સોપશે, કલેકટર તમામ દરખાસ્તની ચકાસણી કરશે યોગ્ય નહીં હોય તેને મામલદાર કચેરીએ પરત કરશે, બાદમાં અંતિમ નિર્ણય કલેકટર જાહેર કરશે. આમ, મહંત પદ માટેની આ મુજબની પ્રોસેસ થનાર છે. અને ત્યાર બાદ આખરી નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
અંબાજી મંદિરના મહંત પદ માટે આ 13એ દાવેદારી કરી
1 ૂ જગતગુરુ વિરભદ્રાનંદગીરી ગુરૂ દત્તાત્રેય
2 ૂ ઋષીભારતી મહારાજ
3 ૂ દુષ્યંતગિરી અપારનાથી
4 ૂ હર્ષગીરી અપારનાથી
5 ૂ ધવલગીરી નરેન્દ્રગીરી ગૌસ્વામી
6 ૂ મલયગીરી તરૂણગીરી ગૌસ્વામી
7 ૂ કુંદનગીરી અરજણગીરી અપારનાથી
8 ૂ કાંતીગીરી અરજણગીરી અપારનાથી
9 ૂ મહેશગીરી ગુરૂ અમૃતગીરીજી
10 ૂ અરવિંદભારથી ગુરુ ઇન્દ્રભારથી
11 ૂ કૈલાશાનંદગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
12 ૂ રાજેન્દ્રગીરી ગુરૂ મહેન્દ્રાનંદગીરી
13 ૂ સાધ્વી મનિષાગીરી જગતગુરુ મહેન્દ્રાનંદગીરી
- Advertisement -