દામોદર કુંડનો જૂનો પ્લાન મંજુર કરનાર સામે ક્યારે પગલાં?
નરસિંહ મેહતા સરોવરનું પાણી કાઢી નાખતા તળ નીચા ઉતર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હીત રક્ષક સમિતિ દ્વારા મહાનગર પાલિકા અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં દામોદર કુંડમાં થયેલ કરોડોના ખર્ચ બાબતે સવાલો ઉભા કર્યા છે તેની સાથે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવરના બ્યુટીફીકેશન કામગીરી ચાલી રહી છે.ત્યારે તળાવનું પાણી કાઢી નાખવામાં આવતા આસપાસના વિસ્તારોમાં તળ નીચા ઉતરી જતા લોકોને ઉનાળામાં પાણીની સમસ્યા ઉદભવશે તેની સાથે તળાવમાં ચાલતી કામગીરી બાબતે તંત્ર પાસે અનેક જવાબો માંગ્યા છે.
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી જતા રસ્તામાં દામોદર કુંડ આવે છે આ દામોદરકુંડમાં રીનોવેશ કરીને આશરે 2 થી 4 કરોડ રૂપીયા નાખી નવો પ્લાન બનાવેલ પરંતુ તે પ્લાન જરા પણ યોગ્ય ન હોય પ્રેસમાં અને ભકતજનો દ્વારા ઉહાપો થતા પાછો હતો તેવો કરી દેવામાં આવેલ.
જુનો પ્લાન મંજૂર કરનાર અધિકારી અને પદાધિકારી સામે કોઇ પગલા લેવાયલા છે કે કેમ ?
આ ફેરફાર જે દામોદર કુંડમાં કરવામાં આવેલ તેમા કેટલો ખર્ચ થયો છે તેની પુરેપુરી વિગત.
દામોદર કુંડમાં પાછી હતી તેવી સ્થિતી કરી દેવામાં આવેલ છે તે સંજોગોમાં દામોદરકુંડમાં થયેલ ખર્ચ માટે કોમી જવાબદારી ગણવામાં આવશે ? જો જવાબદારી ગણવામાં આવતી હોય તો તેની વસુલાતની કોઇ કાર્યવાહી શરૂ થઇ છે કે કેમ ?
જૂનાગઢમાં ઘણા સમયથી નરસિંહ મહેતા સરોવરનું રીનોવેશનનું કાર્ય થઇ રહ્યુ છે આ જગ્યાની માલીકી અમારી જાણ મુજબ જૂનાગઢ એગ્રીકલ્ચર યુની.ની છે યુનિવર્સિટી સાથે આ મિલકત ડેવલપ કરવા માટે કોઇ કરાર થયો છે કે કેમ ? તેની મંજૂરી લેવામાં આવેલી છે કે કેમ ? નરસિંહ મહેતા સરોવરમાં બ્યુટીફીકેશનનો પ્રોજેકટ છે પરંતુ વાસ્વીક રીતે ત્યાં શું કરવામાં આવે છે તે માટે શહેરીજનો સંપૂર્ણ પણે અજાણ છે અત્યારે નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી કાઢી નાખવામાં આવેલ છે માટે આજુ બાજુના કુવા અને બોરના તળ ખુબ જ નીચા ઉતરી ગયા છે. લાંબા સમયથી રીનોવેશનને કારણે નરસિંહ મહેતા સરોવરનો માર્ગ અને માર્ગી કરી નાખવામાં આવેલ છે તેથી પ્રજાજનોને ખુબ જ હાડમારી થાય છે. સામ-સામા ફોરવ્હીલ આવે તો કાઢવામાં ખુબ જ મુશ્કેલી પડે છે અકસ્માત થવાની પુરી શકયતા છે અને નાના મોટા અકસ્માતો રોજ થાય છે. આથી બ્યુટીફીકેશનના કામ માટે હવે પતરાની જરૂર ન હોય તો તે કાઢીને યથાવત રોડ કરી નાખવો અથવા તો કેટલા સમય માટે હવે આ માર્ગ એક માર્ગીય રહેશે તે જાહેર કરવુ બ્યુટીફીકેશનમાં શું કરવાનું છે તે સંપૂર્ણ રૂપરેખા તેને ખર્ચના એસ્ટીમેન્ટ સાથે પ્રજાજનો સમક્ષ રજુ કરવી અને તેનુ બોર્ડ નરસિંહ મહેતા સરોવરના કાંઠે બધા વાંચી શકે તે રીતે લગાડવુ આ સરોવરના બ્યુટી ફીકેશનના કોન્ટ્રકટર કોણ છે અને કયાં સુધીમાં તેણે કામ પુરૂ કરવાનું છે અને અંદાજીત ખર્ચ શું છે તે પ્રજાજનો સમક્ષ રજુ કરવુ સમગ્ર પ્રોજેકટ પુરો થતા કેટલો સમય લાગશે તે જાહેર કરવું.