દેશમાં ટોચે; આઈઆઈએસસીને ત્રીજો રેન્ક: દેશની 45 યુનિ. વૈશ્ર્વિક સંસ્થાઓમાં સામેલ
ખાસ-ખબર સંવાદદાતા
ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં 149મા રેન્ક સાથે આઈઆઈટી બોમ્બેએ દુનિયાની ટોપ 150 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે દેશમાં તે ટોચ પર રહી છે. આ સંસ્થા 2023ના રેન્કિંગમાં 172મા રેન્ક સાથે દેશમાં બીજા સ્થાને હતી. 2023માં 155મા રેન્ક સાથે દેશમાં ટોચ પર રહેલી આઈઆઈએસસી 2024માં 225મા રેન્ક સાથે દેશમાં ત્રીજા સ્થાને છે.
- Advertisement -
ભારતની 45 યુનિવર્સિટીને આ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. રેન્કિંગમાં ભારત દુનિયામાં 7મા અને એશિયામાં ત્રીજા સ્થાન પર છે. એશિયામાં ભારતથી ઉપર ચીન અને જાપાન છે. ચીનની 71 અને જાપાનની 52 યુનિવર્સિટી આમાં સામેલ છે. વિશ્વ સ્તર પર લાગલગાટ 12મા વર્ષે એમઆઈટી ટોચ પર રહી છે. 2024ના રેન્કિંગમાં બીજા સ્થાન પર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને ત્રીજા સ્થાને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ છે.
આ પેરામીટર્સ પર IISC પાછળ ધકેલાયું
આઈઆઈટી બોમ્બેએ નિરંતર રેન્કમાં સુધારો કર્યો છે. જ્યારે છેલ્લી વાર ટોચ રહેલી આઈઆઈએસસી 70 સ્થાન પાછળ ધકેલાઈને આ વખતે 225માં નંબરે પહોંચી ગઈ છે. આઈઆઈટી બોમ્બેના એકેડેમિક રેપ્યુટેશન રેન્ક 141 છે, જ્યારે આઈઆઈએસસી 202માં સ્થાન પર છે. આઈઆઈટી બોમ્બેનો રેન્ક 69 છે, જ્યારે આઈઆઈએસસી 454મા સ્થાન પર છે, પરંતુ ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયોમાં 340મા રેન્ક સાથે આઈઆઈએસસીએ સારું પ્રદર્શન કર્યું છે.