પશ્ચિમના દેશ રશિયા પાસેથી તેમની આવકનો મોટો સ્ત્રોત તેલને છિનવવાની કોશીશ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં યુદ્ધ આઠ મહિનાથી ચાલુ રહ્યું છે. એવામાં હવે પશ્ચિમના દેશો આવનારી સદીના દિવસોની ચિંતામાં છે. જો આ મુશ્કેલીનો હલ જલ્દી નહીં આવે તો યુરોપ મોટા સંકટમાં ફસાઇ શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ સ્પષ્ટ કહ્યું કે, તેમનો દેશ કોઇપણ પરિસ્થિતિમાં ઓછી કિંમતમાં તેલ નહીં વહેંચે. પુતિનનું આ નિવેદન ત્યારે આવ્યું જયારે જી-7 દ્વારા દુનિયાભરમાં વેચાતા તેલની કિમત પર કૈપ લગાવવા માટે ભાર મુકવામાં આવ્યો હતો.
- Advertisement -
જી-7 દેશોની ઘોષણા પછી પુતિનએ કહ્યું કે, તેઓ કોઇ પણ નિર્ણય બનાવે પરંતુ રશિયા પોતાનું તેલ ઓછી કિંમતે વેચાણ નહીં કરે. રશિયા અમારા પોતાના હિતોની વિરૂદ્ધમાં કામ નહીં કરે. અમે જી-7 દેશોની આગળ ઝુકશું નહીં. અમે બીજા દ્વારા નક્કી કરેલા નિયમો પર નહીં ચાલીએ.
રશિયાના બજેટનો સ્ત્રોત 40 ટકા તેલ છે
પશ્ચિમ દેશો રશિયાથી તેમની આવકનો મોટો સ્ત્રોત તેલ છીનવવાનો પ્રયાસ ઝડપી કરી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધનો આજે આઠમો મહિનો છે, પરંતુ હજુ સમાધાનના કોઇ અણસાર દેખાતા નથી. એવામાં પશ્ચિમના દેશોને શંકા છે કે રશિયા તેલની સતત વેચાણથી પોતાના નફોની સાથે યુદ્ધને ઝડપી કરી રહ્યા છે. રશિયાના બજેટના 40 ટકા આવકનો ભાગ તેલનું વેચાણ છે. રશિયાની કેન્દ્રિય બેંકના અનુસાર, કાચા તેલની આવક વર્ષ 2021માં 113 બિલિયન યુરો હતી.
રશિયા યૂરોપના ગેસની અછતમાં મદદ કરી શકે છે: રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ વધુમાં જણાવ્યું કે, તેમનો દેશ બાલ્ટિક સાગના માધ્યમથી જર્મની જનારી નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇનથી યૂરોપના ગેસની ખપતને ફરી ચાલુ કરી શકે છે. પુતિને માસ્કોમાં એક ઉર્જા મંચ પરથી સંબોધિત કરતા ફરી આરોપ લગાવ્યા કે, નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન બંન્ને લિંક અને નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇનને બેમાંથી એક લિંકમાં વિસ્ફોટની પાછળ અમેરિકાનો હાથ હોવાની શંકા છે. પાઇપલાઇનમાં વિસ્ફઓટનું મોટું કારણ મોટા પાયે ગેસનો બગાડ થયો અને પૂરવઠો ઠપ થઇ ગયો. અમેરિકાએ પહોલા પણ પુતિ દ્વારા લગાવેલા આરોપોને નકાર્યા હતા.