ખાસ-ખબર સંવાદદાતા
રશિયન રાષ્ટ્રપતિ પુતિનને આંખો બતાડનાર પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવેગિની પ્રિગોઝિનનુ પ્લેન ક્રેશમાં મોત થયુ છે.પશ્ર્ચિમના દેશોને તેમાં પુતિનનો જ હાથ લાગે છે. પ્રિગોઝિનના મોતના એક દિવસ બાદ પુતિને પ્રતિભાવ આપતા કહ્યુ છે કે, પ્રિગોઝિન પ્રતિભાશાળી હતો પણ ભૂલ કરી ગયો.
પુતિને વિમાન દુર્ઘટના પર પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, વિમાન ક્રેશ થવાના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રિગોઝિનને હું લાંબા સમયથી જાણતો હતો. તેણે જીવનમાં ગંભીર ભૂલો કરી હતી. આમ છતા પણ તે ધાર્યા પરિણામ મેળવી શક્યો હતો. હું પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ પીડિતો પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છું. દુર્ઘટનાની તપાસ શરુ થઈ ગઈ છે અને તપાસ પૂરી થતા કેટલોક સમય લાગશે. પ્રિગોઝિન 90ના દાયકાથી પુતિનનો અંગત મિત્ર ગણાતો હતો. પુતિને યુક્રેન સામે યુધ્ધ શરુ કર્યુ ત્યારે પ્રિગોઝિને પોતાની પ્રાઈવેટ આર્મીને રશિયા વતી લડવા પણ ઉતારી હતી તેની પ્રાઈવેટ આર્મી એક તબક્કે મોસ્કો સુધી પહોંચી ગઈ હતી. પુતિન અને પ્રિગોઝિન વચ્ચે સમાધાન થયુ હતુ પણ તેના બે જ મહિનામાં રહસ્મય પ્લેન ક્રેશમાં હવે પ્રિગોઝિનનુ મોત થયુ છે.
માણસ પ્રતિભાશાળી હતો પણ ગંભીર ભૂલો કરી ગયો: પ્રિગોઝિનના મોત બાદ પુતિને આપી પ્રતિક્રિયા
