સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ નાસભાગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે આજે 13 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં ધરપકડ કરી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના પેઇડ પ્રિવ્યૂ દરમિયાન અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો, જ્યાં અભિનેતાને જોઈને ચાહકો કાબૂ બહાર ગયા હતા અને જેના કારણે ફિલ્મ જોવા આવેલી એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક પણ ઘાયલ થયું હતું. મહિલા તેના પતિ અને બાળકો સાથે ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુને આ કેસ માટે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
- Advertisement -
દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા આવી હતી. આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનું નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
શું છે આ ‘પુષ્પા 2’ હૈદરાબાદ નાસભાગનો મામલો?
આ સમગ્ર મામલો 4 ડિસેમ્બરનો છે. એટલે કે ફિલ્મ ‘પુષ્પા 2’ રિલીઝ થવાના એક દિવસ પહેલા. આ ફિલ્મનું પ્રી-પ્રીમિયર પેઇડ સ્ક્રીનિંગ સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. જ્યાં અભિનેતા તેના ચાહકોને સરપ્રાઈઝ આપવા પહોંચ્યો હતો. અભિનેતાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. નાસભાગ મચી ગઈ. લાઠીચાર્જના અહેવાલો પણ આવ્યા હતા. આ નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત
બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા. એવામાં સ્થિતિમાં થિયેટરની બહાર એકઠા થયેલા લોકોમાં પુષ્પાને જોવા માટે એવી હોબાળો મચી ગયો. અભિનેતાની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું, જ્યારે તેમનો પુત્ર હજુ પણ બેભાન અવસ્થામાં છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેણે બધાને ચોંકાવી દીધા.
એક બાળક બેહોશ થઈ ગયું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુષ્પા 2 ના પ્રીમિયરમાં આવેલ એક બાળક નાસભાગમાં બેહોશ થઈ ગયો. તેને ખોળામાં લઈ જઈ રહેલા તેના પરિવારના સભ્યો ખૂબ જ વ્યથિત દેખાય છે અને પોલીસ પણ તેમની મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે બાળકના પરિવારના સભ્યો તેને CPR આપતા જોવા મળી રહ્યા છે.
આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને તેના વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.