ગઇકાલે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ 261 નો જંગી સ્કોર બનાવ્યો તો જવાબમાં પંજાબ કિંગ્સની ટીમે 18.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સે ટી20 ક્રિકેટ અને IPLના સૌથી મોટા રન ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પંજાબે કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન પર 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા.
PBKS તરફથી જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. તે 48 બોલમાં 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, શશાંક સિંહે 28 બોલમાં અણનમ 68 રન બનાવીને ટીમને વિશાળ લક્ષ્યાંકનો પીછો કરાવ્યો હતો. પ્રભસિમરન સિંહે પણ 20 બોલમાં 54 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સુનીલ નારાયણે એક વિકેટ ઝડપી હતી. એક બેટ્સમેન રનઆઉટ થયો હતો.
- Advertisement -
પંજાબે શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ (37 બોલમાં 75 રન) અને સુનીલ નારાયણે (32 બોલમાં 71 રન) અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. આન્દ્રે રસેલે 24, વેંકટેશ અય્યરે 39 અને શ્રેયસ અય્યરે 28 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહને 2 વિકેટ મળી હતી.
Looking back at a record tumbling night, yet again 👀
💜 🤝 ❤️ #TATAIPL | #KKRvPBKS | @KKRiders | @PunjabKingsIPL pic.twitter.com/AVFksjBsym
- Advertisement -
— IndianPremierLeague (@IPL) April 26, 2024
પંજાબ આઠમા નંબરે, કોલકાતા ટોપ-2 પર રહ્યું :
આ જીત સાથે પંજાબની ટીમ વર્તમાન સિઝનમાં 8મા સ્થાને આવી ગઈ છે જ્યારે કોલકાતા બીજા સ્થાને યથાવત છે. પંજાબના 6 પોઈન્ટ છે જ્યારે કોલકાતાના 10 પોઈન્ટ છે.
IPL મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ :
આ મેચમાં IPL મેચમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તૂટી ગયો હતો. આ મેચમાં 42 સિક્સર ફટકારવામાં આવી હતી. અગાઉનો રેકોર્ડ 38 સિક્સરનો હતો જે આ સિઝનમાં SRH અને MI મેચ દરમિયાન કરવામાં આવી હતી.
પંજાબ અને કોલકાતા વચ્ચેની મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી, જેમાં KKRએ 18 અને PBKSએ 24 સિક્સ ફટકારી હતી.
Record books kholke vekh lo! 📖#SaddaPunjab #PunjabKings #JazbaHaiPunjabi #TATAIPL2024 #KKRvPBKS pic.twitter.com/vZIqr1IM9m
— Punjab Kings (@PunjabKingsIPL) April 26, 2024
શશાંક સિંહે 23 બોલમાં ફિફ્ટી:
શશાંક સિંહે 18મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી.
જોની બેયરસ્ટોની 45 બોલમાં સદી:
જોની બેયરસ્ટોએ 16મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે 45 બોલમાં સદી ફટકારી હતી. બેયરસ્ટોની આ બીજી આઈપીએલ સદી છે.
ઓપનર પ્રભાસિમરનની 18 બોલમાં ફિફ્ટી :
પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે 18 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 5મી ઓવરના બીજા બોલ પર પોતાની ફિફ્ટી પૂરી કરી. પ્રભાસિમરને સુનીલ નારાયણની ઓવરના પ્રથમ બે બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. સિંઘે સિક્સર સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
પર્પલ કેપ :
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે કોલકાતા સામે એક વિકેટ લીધી, આ સાથે તે 17મી સિઝનનો ટોપ વિકેટ લેનાર બોલર બની ગયો. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેના પછી MIના જસપ્રીત બુમરાહ અને RRના યુઝવેન્દ્ર ચહલે 13-13 વિકેટ લીધી છે.
ત્રીજી વખત IPL મેચમાં 500 પ્લસ રન બન્યા :
કોલકાતાએ 261 રન બનાવ્યા હતા અને પંજાબે 262 રન બનાવ્યા હતા, એટલે કે મેચમાં કુલ 523 રન બનાવ્યા હતા. IPLના ઈતિહાસમાં ત્રીજી વખત એક મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા હૈદરાબાદ-મુંબઈ અને હૈદરાબાદ-બેંગ્લોર વચ્ચેની મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. SRH-RCB મેચમાં રેકોર્ડ 549 રન બનાવ્યા હતા.