પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ દ્વારા 2023થી સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 2023થી સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. આ સુપર-40 પ્રોજેક્ટના 4 બાળકો 2025માં લેવાયેલી JEE (Adv)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે. શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ 1999થી જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ચલાવે છે. ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે ચિંતિત બાળકોને પસંદ કરી આ બાળકોની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે ટ્રસ્ટ જહેમત ઉઠાવે છે. ધોરણ 10 બાદ સાયન્સમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા 2023માં સુપર-40 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તથા ટ્રસ્ટના ચેરમેન સ્વ. વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
દર વર્ષે આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગ અને મેડિકલ મળી કુલ 40 બાળકો પસંદ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટના 2023માં એન્જિનિયર અને ડોકટર બનવા ઈચ્છતા બાળકોની પરીક્ષા લઈ 40 બાળકો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 23 બાળકો ઉંઊઊ થકી એન્જિનિયરિંગ માટે અને 17 બાળકો JEE માટે પસંદ કરવામાં આવેલા હતા. તાજેતરમાં JEE Mains પરીક્ષાનું રીઝલ્ટ ડીકલેર થયેલું છે જેમાં ઉંઊઊ ખફશક્ષતમાં 19 બાળકો ઉત્તીર્ણ થયા છે. JEE (Advanced) પરીક્ષામાં પ્રયાગરાજ ચુડાસમા, જીનીલ માંડવીયા, વૈશાલી સરવૈયા અને માનાણી જીત ઉત્તીર્ણ થઈ ટ્રસ્ટનું ગૌરવ વધાર્યુ છે.
આ ચાર બાળકો JEE (Adv)માં ક્વોલિફાઈડ થયા છે અને ભવિષ્યમાં આઈઆઈટી એમની પસંદગી છે. બાકીના બાળકો દેશની ટોચની યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કરવા માટે પસંદ થયેલા છે. હવે JEE જેવી દેશની ટોચની સંસ્થાઓમાં એન્જિનિયરિંગ કરવા માટે બાળકો આગળ વધશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે છે. શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, હસુભાઈ ગણાત્રા, રાજેશભાઈ શેઠ વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શૈક્ષણિક રીતે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ભાવિનભાઈ ભટ્ટ અને હર્ષદભાઈ પરમારની આગેવાનીમાં બે વર્ષ બાળકોએ સારી રીતે તૈયારી કરેલી છે. આ પ્રોજેક્ટ માટે ટ્રસ્ટના મુખ્ય ભવન ‘કિલ્લોલ’ 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ 360003 ફોન નં. 0281-2704545 દ્વારા ટ્રસ્ટની મુલાકાત લઈ શકાશે.